________________
વર્ષની વયે તો ધર્મ ઉપર છટાદાર પ્રવચન કરછ - ભૂજમાં આપ્યું હતું. '
સોળ વર્ષ ઉંમ્મરે એમણે “મોક્ષમાળા ત્રણ દિવસમાં રચી.
એ જ અરસામાં રચાયેલાં બારસો નીતિસૂત્રો, 'પુષ્પમાળા’ ‘બોધવચન” અને ‘વચન સપ્તશતી’ વિગેરેમાં સંગ્રાયેલા છે.
પુષ્પમાળા' વિશે ગાંધીજીએ પં. સુખલાલજીને કહેલું : “અરે આ પુષ્પમાળા તો પુનર્જન્મની સાક્ષી છે.'
શ્રીમની અદભુત અવધાન શકિત એમની પૂર્વજન્મની પ્રજ્ઞાનું જ પરિણામ હોઈ શકે.
બાળક રાયચંદ ઉપર સ્નેહ રાખનાર અમીચંદનું અવસાન થયું. સાત વર્ષનાં બાળકને મૃત્યુની ઘટના સમજાઈ નહિં - કોઈ સમજાવી ન શકયું, તેઓ છાનામાના સ્મશાને પહોંચ્યા. એક ઝાડ પર ચડી જોયું, સ્વજને માનવદેહને સળગાવી રહ્યા હતા ! એમના ચિત્ત પર ઘેરી અસર થઈ, અચાનક ચિત્ત પરથી પડદો હટી ગયો અને પૂર્વજન્મની ઝાંખી થઈ.
બાવીસ વર્ષની વયે પૂર્વજન્મોની સ્પષ્ટ અનુભૂતિનો ચિતાર આપતાં શ્રીમદે . લખ્યું છે :
અંતર્લાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી, કે જે કાળમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય!”
વિ. સ. ૧૯૪૯ માં કારતક વદ ૧૨ ના રોજ તેમણે કૃપગદાસ આદિ મુમુક્ષુ ભાઈઓને લખ્યું હતું કે ““પુર્નજન્મ છે. જરૂર છે. એ માટે અનુભવથી હા કહેવામાં અચળ છું” એ વાકય પૂર્વભવના કોઈ જોગનુ સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને પૂર્વજન્માદિ ભવ કર્યા છે, તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે.' ( શ્રીમદે લખ્યું છે : જેમ બાલ્યાવસ્થાને વિશે જે કંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય, તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય, ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વ દેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિશે જીવ વળગી રહી મરણ કરે છે, અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વ પર્યાયનું ભાન રહે નહિં. આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલો અવકાશ રાખ્યો હોય, તેને પૂર્વના ભવ અનુભવમાં આવે છે. પૂર્વ પર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણોને લઈને, દેહ ધારણ કરતાં ગર્ભવાસને લઈને, બાલપણામાં મૂઢપણાને લઈને અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને, પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહિ; જમ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org