________________
એમણે અંદાજ બાંધ્યો કે આ વસ્તુનો અનુભવ એ પૂર્વજન્મમાં લઈ ચૂક્યા છે. બાબાને શેતરંજ ખૂબ ગમતી. એક વાર સપનામાં શેતરંજ આવી. એમને થયું કે આ રમત તો એમના પર સવાર થવા માંડી. બીજા જ દિવસથી શેતરંજ છોડી. એ આ જન્મની કમાણી થઈ. બાબાએ લખ્યું છે : ‘આમ અંદાજ, અનુભવ અને શાસ્ત્રવચનથી એ વાત નિશ્ચિત થાય છે કે પુનર્જન્મ છે.’
બાબા કહેતા ‘‘પુનર્જન્મની યાદ નથી હોતી, એ સારું જ છે. જો બધું યાદ રહે, તો કદાચ હું તમને લાત મારત, એમ કહીને કે ‘ગયા જન્મે તું કૂતરો હતો અને હું ગધેડો હતો. તે વખતે તું મને કરડેલો. અને વળતી લાત લગાવવાનું રહી ગયેલું. એટલે હવે લાવ આજે મારી લઉં'. પરંતુ હું ભૂલી ગયો છું કે હું ગધેડો હતો અને તમે ભૂલી ગયા છો કે તમે કૂતરા હતા. એટલે આપણી આ સભા ચાલી શકે છે. પરમેશ્વરની એ કૃપા છે કે જ્યાં મૃત્યુની છાયા આવે છે, ત્યાં ભૂલવાની શક્તિ પણ મળે છે. નવા જન્મમાં માણસ બધું ભૂલી જાય છે. અને કેવળ યાદ કરવા યોગ્ય વસ્તુ જ એને યાદ આવે છે. પરમેશ્વરનો આ કીમિયો છે. એને કારણે આપણે જિંદગી જીવી શકીએ છીએ'.
ઈસ્લામ પરંપરામાં છેવટના દિવસે ન્યાય થાય છે. બાબાએ પ્રશ્ન પૂછ્યો કે એક બાળક જન્મીને બે મિનિટમાં જ મરી જાય છે, તો છેવટના દિવસે. બાળકનાં બે મિનિટનાં પાપપુણ્ય પરથી પરમેશ્વર એનું શું ભવિષ્ય નક્કી કરશે ? એક જીવ અનંત કાળ સુધી અવ્યક્ત રહે, પછી બે મિનિટ માટે વ્યક્ત થાય, અને વળી પાછો અનંત કાળ સુધી અવ્યક્ત રહે એ કઈ સમજાતું નથી. માત્ર બે જ મિનિટ માટે પેલો જીવ શા માટે પૃથ્વી પર આવ્યો ? એનો જવાબ પુનર્જન્મનાં સિદ્ધાંત ન માનીએ, તો નથી મળતો.
Y
વળી પુનર્જન્મનાં સિદ્ધાંતમાં ન માનીએ, તો જીવનમાં રસ જ શું રહે? માનો કે હમણાં જ કોઈ સાપ મને કરડી જાય, ને હું મરી જાઉં, તો શું એનો અર્થ એ કે આજ સુધી મેળવેલું બધું જ્ઞાન પાણીમાં ગયું ? સાપ જેવા બુદ્ધિવિહોણા અને ક્ષુદ્ર પ્રાણીના કરડવાને લીધે મારું તમામ જ્ઞાન એક ક્ષણમાં નાશ પામી શકે, તો જ્ઞાન પ્રાપ્ત કરવાની મારી જ્ઞાન-પિપાસા જ ખતમ થઈ જાય. પરંતુ મને તો વધુ ને વધુ જ્ઞાન મેળવવાની ઝંખના થાય છે, કારણ કે હું પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવું છું.
શ્રીમદ્ રાજચંદ્રની જાતિસ્મરણની ઘટના સુપ્રસિદ્ધ છે. એ ઉપરાંત એમને અનેક લબ્ધિઓ હતી. શ્રીમદ્ કવિત્વશક્તિ લઈને જનમેલા. આઠ વર્ષની વયે તેમાણે કવિતા રચવાની શરૂઆત કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ જણાઈ હતી. ટાગોરે પ્રથમ કવિતા આઠ વર્ષની વયે રચી હતી. શ્રીમદે દસ જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૫૯
www.jainelibrary.org