________________
જાણવાની જરૂર નથી. વગર જાણે પણ મળી જ જાય છે. જેણે જાણ્યું એને વધુ મળશે, અને જેણે નથી જાણું એને ઓછું મળશે, એવી કોઈ વાત નથી... એથી એ દિશામાં મેં પોતે ચિત્ત જવા દીધું નથી.
| વિનોબાજીના અનુભવમાં મહત્ત્વની વાત છે : ચિત્તશુદ્ધિ. સંપૂર્ણ ચિત્તશુદ્ધિ થવાથી જે સહજસિદ્ધિ થાય છે, કરવામાં આવતી નથી, અહેતુક થાય છે, એ વાત જ સમજવા જેવી છે. અને એ જો સમજાય, તો પછી પૂર્વભવનું જ્ઞાન થયું હોય તોયે શું અને ન થયું હોય તોયે શું? આપણા આત્માના વિકાસમાં; ચેતનાના વિકાસમાં એવી સિદ્ધિઓનું મહત્વ ગૌણ છે, એમ સમજી શકાય. મહત્ત્વ ચિત્તશુદ્ધિનું છે, જેને માટે પરિશ્રમરતું રહેવું પડે. .
આ કાળમાં આવું પૂર્વભવનું જ્ઞાન શ્રીમદ્ રાજચંદ્ર, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે અને વા. મો. શાહને થયું હતું.
વિનોબાજીને પુનર્જન્મનાં પ્રમાણ પૂછતાં એમણે કહ્યું મારા માટે આ જન્મનાં જેટલાં પ્રમાણ છે, તેટલાં જ આગળપાછળનાં છે. સુષ્ટિમાં ક્યાંય આ અંત, આ આદિ, એવું નથી. સૃષ્ટિને અનાદિ-અનંત કહી છે. બીજું પ્રમાણ છે. : પુનર્જન્મને ન માનીએ તો કર્મવિપાકવાળી વાત પણ ઊડી જાય છે. જન્મતાંની સાથે જ સુખદુ:ખ શરૂ થયાં. જો આગળ-પાછળના જન્મ હોય જ નહિં, તો સુખદુ:ખ મારે શું કામ ભોગવવાં પડે? આગળ-પાછળનાં જન્મો જોડાયેલાં ન હોય, તો કર્મ અને કર્મફળનો નિયમ જ તૂટી જાય છે.
ત્રીજું પ્રમાણ છે : સાક્ષાત અનુભવ. જેમ જેમ કાર્ય-કારણ- પરંપરા ખૂલતી જાય છે, તેમ તેમ ચિત્ત નિર્મળ થાય છે. અને પુરાણી વાતો યાદ આવે છે. બુદ્ધિ, સંસ્કારોથી જેટલી મુક્ત રહેશે, તેટલું જ પૂર્વજન્મોનું સ્મરણ વધારે રહેશે. બહુ વિગતે બધું યાદ ન આવે, પણ કઈક ઝાંખી થાય. કઈક વિશેષ કામ કે પ્રયોગ કર્યા હોય, તે યાદ આવી શકે.
બાબા ચારેક વર્ષના હતા. પૂનામાં હતા. એમની મા એમને એક જગાએ લઈ જવાના હતા. બાબાએ એ જગ્યાનું, ઘરનું વર્ણન કર્યું. આવું આંગણું હશે, આવો કૂવો હશે વગેરે. અને હૂબહૂ એવું જ ઘર-સ્થળ હતું. માને વાત કરી ત્યારે મા એ કહ્યું “પૂર્વજન્મનો કોઈ ઋણાનુબંધ હશે.'
બાબાને એવો ભાસ થતો કે પૂર્વજન્મમાં એ બંગાળી હતા. આ ભવમાં બંગાળ પહોંચ્યા. ત્યાં અન્ય ભાષાઓની અપેક્ષાએ બંગાળી એમને ઓછી મહેનતે જલ્દી આવડી ગઈ.
નાનપણમાં બાબાને એમનો મિત્ર સિનેમામાં ખેંચી ગયો. બાબા સાથે ગુણપાટનો કોથળો લઈ ગયા હતા. બાબા તો ત્યાં જઈ સૂઈ ગયા. આ પરથી
જન્મ પુનર્જન્મ
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org