________________
પુનર્જન્મને માનતા નથી. છતાં બધા ધર્મોએ સર્તનને જીવનના સુખનો પાયો માન્યો છે, અને ઉપદેશ્યો છે. દયા, ક્ષમા, કરુણા, મૈત્રી, ત્યાગ આ ગુણોને સર્તનનો પાયો કહ્યો છે - પુનર્જન્મ હોય કે ન હોય, તો પણ સુખની ચાવી આવાં વર્તનમાં જ છે. તમામ ધર્મની આધારશિલા સદાચાર છે.
સવ્વ સુજિંગ સફલ નરાણું
મનુષ્યના સર્વ સદાચાર સફળ થાય છે (ઉત્ત. અ. ૧૩, ગા. ૧૦) પુનર્જન્મ છે, કર્મ છે, મોક્ષ છે એવી માન્યતાથી ઘણા પ્રશ્નોનો ઉકેલ મળે છે અને સર્તનનો પાયો દઢ થાય છે.
આ બધું ખરેખર માનતા હોઈએ તો આપણું વર્તન જૂદાં પ્રકારનું જ હોય. તો બીજા સવાલો વર્તનેન લગતા છે. મારૂં વર્તન કેવું હોવું જોઈએ કે જેથી હું સુખી થાઉં, મારી આસપાસના બધા સુખી થાય અથવા હું કોઈને દુ:ખી ન કરું.
આવાં અંતિમ પ્રશ્નો વિષે આપણી જે માન્યતાઓ હોય, તે મુજબ જાણે અજાણ્યે આપણું વર્તન થાય છે.
આત્મા, પુનર્જન્મ, કર્મ જેવું કાંઈ નથી એમ માનતા હોઈએ, તો ખાવું, પીવું ને મોજ કરવી એવી વૃત્તિ રહે, તો પછી મુક્તિની ઝંખના અને મોક્ષની અભીપ્સા જેવું પણ કશું સંભવી ન શકે.
ન
આ દેહના અંત સાથે બધાનો અંત આવે છે, અને આગળ પાછળ કાંઈ જ નથી, એમ માનીએ, તો મરણ ભયનું કારણ નથી. અંત આવી ગયો, છૂટી ગયા, દુ:ખ કે ચિંતાને કોઈ અવકાશ નથી, પણ તેથી સર્તન તો છોડવું જ ન જોઈએ.
પુનર્જન્મના વિષયને માત્ર તર્કથી, કે માત્ર શ્રદ્ધાથી સમજી કે માની ન શકાય. શ્રદ્ધા એટલે Openess of Mind પૂર્વ ધારણાઓ - પૂર્વ ગ્રહોથી મુક્ત મન અને Will to believe; Intuitive belief. અંત:સ્ફૂરણાથી ઉદ્ભવતી આસ્થાકે Workig belief. સાધનામાં સાધ્ય પ્રત્યેની તીવ્ર જિજ્ઞાસા.
એક સમયે એવી માન્યતા હતી કે Where reason ends, Faith begins. તર્ક - બુદ્ધિની હદ પૂરી થાય છે, ત્યાંથી શ્રદ્ધાનો પ્રદેશ શરૂ થાય છે. આજે પરિસ્થિતિ જુદી છે. Faith is the continuation of Reason. શ્રદ્ધા, તર્ક - બુદ્ધિનું અનુસંધાન છે.
Reasonableness - વ્યાજબીપણા પર આધારિત વિચારનો સ્વીકાર કરવાની નૈતિક પ્રમાણિકતા જાગે, તો જ સત્યનો સ્વીકાર થાય. સત્યનો નિ:શંક સ્વીકાર એ જ સત્ય શ્રદ્ધા. Faith is the effort of will. એમર્સન કહેતા : મેં જે જોયું છે, તે મેં જે નથી જોયું, તેમાં શ્રદ્ધા રાખવા પ્રેરે છે.
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૩૨
www.jainelibrary.org