________________
પોતા પર શ્રદ્દા, પરમતત્વ પર શ્રદ્ધા, માનવજાત પર શ્રદ્ધા, કુદરતના અટલ નિયમો પર શ્રધ્દા, એ સર્વનું વ્યાપક નામ છે : આસ્તિકતા.
માનવીનાં સૌહાર્દમાં આસ્થા રાખનારને અસ્તિત્વ થાકવા નથી દેતું. જન્મ-પુનર્જન્મમાં માનીએ કે ન માનીએ, મહત્વની વાત એ છે કે આત્મસાધનામાં ક્યાં પણ કરક ન પડવો જોઈએ. પરમ સત્યને પામવા તર્કબુદ્ધિ, પુરુષાર્થ સાથે શ્રદ્ધા ન હોય. તો કોઈ તપ નિગ્રહ સંપન્ન થતાં નથી. શ્રદ્ધા એ તપનો આધાર છે. માનવીનું ચાલક બળ છે. સતશાસ્ત્રમાં શ્રદ્ધાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનને આચરણમાં મૂકવા પણ શ્રદ્દા આવશ્યક છે. સત્યે પ્રતિષ્ઠિતો ધારણા-શ્રદ્ધા, સત્યમાં ધારણાનું પ્રતિષ્ઠિત થવું, એ શ્રદ્ધા છે.
કાર્યકારણની શૃંખલા, પ્રબુદ્ધ પુરુષોના અનુભવો, પામેલા પ્રાજ્ઞ પુરુષોના ઉદ્ગારો, શાસ્ત્રવચનો, વૈજ્ઞાનિક સંશોધનો - પરિક્ષણો - પ્રયોગોથી તારવેલાં નિષ્કર્ષો, વિવિધ પ્રયોગોમાં, ચકાસણીમાં યથાર્થ સાબિત થયેલી અનેક પ્રમાણ ભૂત ઘટનાઓ, આત્મા, કર્મ, કર્મબંધ, અને મુક્તિ જેવી સર્વભૌમ વિભાવનાઓ, વગેરે અનેક મૂલભૂત તથ્યો અને પાસાંઓનો સમગ્રપણે વિચાર-ચિંતન કરતાં, તેમજ શુભકાર્યમાં શ્રદ્ધા માનવીને અપરિમિત બળ આવે છે, તે લક્ષમાં લેતાં, સંપ્રદાય નિરપેક્ષપણે, તટસ્થભાવે અવલોકતાં પુનર્જન્મનો ઈન્કાર કરવો મુશ્કેલ બની જાય છે.
·
પુનર્જન્મ - સંશોધનની એરણ પર
G
વિજ્ઞાનમાં અત્યાર સુધી ઉત્ક્રાંતિવાદ અને યાંત્રિકતાના સિદ્ધાંત પર રચાયેલી માન્યતાઓ અંગે રૂપર્ટ શેલડ્રેક જેવા વિજ્ઞાનીએ રજૂ કરેલી MORPHOGENTEIC FIELD ની ઉત્કલ્પનાને કારણે પુનર્વિચારણા શરૂ થતાં ૧૯૨૦ થી ૧૯૫૪ ના ગાળામાં ઉંદરો પર હજારો પ્રયોગો થયાં. અમુક બાબતો ઉંદરોને શીખવવામાં આવે, તે પેઢી દર પેઢી શીખવાતી રહે, તેને પરિણામે પછીની પેઢીઓને એ બાબત શીખવામાં ઓછો ને ઓછો સમય લાગતો જાય છે. સાડાત્રણ દાયકા સુધી ચાલેલા આ પ્રયોગોએ ભૂતકાળની સંગૃહિત સ્મૃતિઓની શક્યતાનો અણસાર આપીને પુનર્જન્મની માન્યતા અંગે ખૂલ્લું મન રાખવાની ભૂમિકા તૈયાર કરી છે. વળી ઉંદરોને જે બાબત શીખવાય, તે બાબત હજારો માઈલ દૂર વસતા તે યોનિના ઉંદરોને શીખવવામાં ઓછો સમય લાગે છે, તેવું
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૩૩
www.jainelibrary.org