________________
પ્રયોગોથી સિદ્ધ થયું છે. રૂપર્ટે આ અંગેનું પુસ્તક દક્ષિણ ભારતમાં આવેલ એક આશ્રમમાં રહીને લખ્યું છે. એને ભારત ગમી ગયેલું. એનું સંશોધન કાર્ય કેમ્બ્રીજ પછી હૈદ્રાબાદમાં ચાલ્યું. રૂપી કહે છે, “ ભારતમાં બધું જ શકય છે.'
દરેક પેઢી આગલી પેઢીના ખભા પર ઉભી હોય છે, વધુ જાણી - જોઈ - સમજી શકે છે. એટલે જ કહ્યું છે: Son is the extension of Father. પુત્ર વધુ ઊંચો લાગે છે, કારણ કે એને પિતાની ઊંચાઈ મળી હોય છે. ફિટજોફ કાપ્રા અને રૂપર્ટ શેલ્ટેક જેવા વિજ્ઞાનીઓના પ્રદાન દ્વારા અધ્યાત્મ અને વિજ્ઞાન નજીક આવી રહ્યાં છે. The Tao of Physics; A New Science of Life. - ગાંધીજીને પુનર્જન્મમાં શ્રદ્ધા હતી. તેઓ કહેતા: ‘‘જો મારે ફરી જનમવાનું હોય તો મારો જન્મ અસ્પૃશ્ય તરીકે થવો જોઈએ, કે જેથી હું તેમનાં દુ:ખો અને યાતનાઓમાં સહભાગી બની શકે અને મારી જાતને તે દયાજનક પરિસ્થિતિમાંથી મુક્ત કરવા માટે પુરુષાર્થ કરી શકું. આથી હું પ્રાર્થના કરું છું કે મારે ફરી જનમવાનું હોય તો બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર તરીકે નહીં, પણ અતિ શૂદ્ર તરીકે મારે જનમવું છે.' - જ્યોર્જ બર્નાર્ડ શો પુનર્જન્મમાં માનતા. તેમણે એક વાર કહેલું, “આવતા ભવે મારો જન્મ ભારતમાં થાય અને તે પણ જૈનકુળમાં થાય એમ ઈચ્છે.”
આજનો યુગ વૈજ્ઞાનિક યુગ છે. વિજ્ઞાન સાબિતીઓ પર ચાલે છે. અધ્યાત્મનું કાર્ય “શ્રદ્ધા થી ચાલી જાય છે. વિજ્ઞાનમાં ‘શંકા” થી શરૂ કરી સત્ય સુધી પહોંચવાનુ હોય છે, ધર્મમાં શ્રદ્ધા થી શરૂ કરી સત્યનો સાક્ષાત્કાર કરવાનો હોય છે. એક સમયે , વિજ્ઞાને પુનર્જન્મ જેવા વિષયને લંબગ” ગણી કાઢીને તેને આઘો જ હડસેલી મૂક્યો હતો. પણ હવે તે આ વિષયને વિચારણાના મેજ પર લેવા જેટલું ઠરેલ બન્યું છે. પુનર્જન્મની સાબિતી હવે વૈજ્ઞાનિક પરીક્ષણો દ્વારા પણ મળી રહી છે. આધ્યાત્મિક વિચારોને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા મૂલવવાનો પ્રયાસ શરૂ થયો છે અને તેથી માનવીને ઘણા ભ્રમ અને શંકાઓનુ નિરસન થાય એવી આશા જન્મે છે.
જાતિ સ્મરણ એ પુનર્જન્મની સિદ્ધિનું પ્રબળ સાધન છે જાતિસ્મરણની એક વિશ્વપ્રસિદ્ધ ઘટના છે - “લામાવતાર'.
થોડાંક વર્ષ અગાઉ સ્પેનના એક અઢી વર્ષના બાળકની બૌદ્ધ લામા તરીકે પસંદગી કરવામાં આવી. આ ઘટનાએ ઘણી જિજ્ઞાસા જગાડી.
તિબેટ અને નેપાળના બૌદ્ધ ધર્મગુરુઓ ‘લામાં કહેવાય છે. લામાની જુદી જુદી કક્ષાઓ હોય છે. દલાઈ લામા સર્વોચ્ચ ગણાય છે, જે બૌદ્ધ મંદિરો, મઠો અને સાધુઓના અધિપતિ હોય છે. દલાઈ લામાની પસંદગી કરવાની એક વિશિષ્ટ પ્રણાલિકા છે. કોઈ લામાનું જ્યારે અવસાન થાય છે, ત્યારે તેમનો પુનર્જન્મ ક્યાં થયો હશે જન્મ પુનર્જન
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org