________________
તેનું અનુમાન કરીને તેને શોધી કાઢી, ફરીથી દીક્ષા આપવામાં આવે છે.
નેપાળના કોપાન નામના મઠના અધિપતિ લામા યેશે ૧૯૮૪ માં ત્રીજી માર્ચે અવસાન પામ્યા. એમના પટ્ટશિષ્યે ત્યાર પછી લામા યેશેએ ક્યાં અવતાર ધારણ કર્યો હશે તેની શોધ ચલાવી. એમ કરતાં સ્પેનના એક દંપતી મારિયા અને પાકોના પુત્ર ઓસેલને લામા તરીકે ઓળખી કાઢ્યા હતા. એમણે બીજા નવ બાળકો પણ પસંદ કર્યા હતા. હિમાચલ પ્રદેશના ધર્મશાળા નામના નગરમાં યેશેના સ્થાને આવેલ દલાઈ લામા સમક્ષ, એ દસ બાળકોમાંથી લામાના અવતાર મનાતા બાળક એસોલે લામા યેશેના વસ્ત્ર, માળા, પટ્ટો વગેરે જાણે પોતાના હોય એમ ઉપાડી લીધાં હતાં. આ ઉપરાંત, ઓસેલની માતને આવેલું સ્વપ્ન, લામા યેશેના સ્થાને આવેલા નવા લામા તેનઝોપાને આવેલું સ્વપ્ન, બાળક ઓસેલના મેળાપ વખતનું બાળકનું વર્તન, વગેરે કેટલીક ઘટનાઓ બની, કે જે પૂર્વજન્મના સંકેતરૂપ ગણાઈ. બાળક ઓસેલનું વર્તન જાણે પૂર્વજન્મનું જ્ઞાન થયું હોય, તેવું જોવા મળ્યું. પુર્વજન્મની ભીતરમાં :
પશ્ચિમ જર્મનીના મનોચિકિત્સક હેઈડે ફિતાકાઉએ આ દિશામાં વ્યાપક સંશોધનો કર્યા છે. તાજેતરમાં તેઓ ભારત આવ્યા હતા. બહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા બેંગલોરમાં આયોજિત ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઑફ સાયન્ટીસ્ટ, ટેકનોલૉજીસ્ટ ઍન્ડ ટેકનોક્રાફ્ટમાં હાજરી આપવા અહીં આવેલા ડૉ. ફિતાકાઉએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ‘“અત્યાર સુધી વૈજ્ઞાનિક ભૂમિકા ન હોવાનું જણાવી જેની અવગણના કરાઈ રહી હતી, તે પુનર્જન્મના સિદ્ધાંતનો માનસ ચિકિત્સકો માનસિક ભય અને બીજી માનસિક બિમારીના ઈલાજ માટે વધુ ને વધુ ઉપયોગ કરી રહ્યા છે. એક જન્મમાં બનેલી ઘટનાઓની અસર પછીના જન્મોમાં જોવા મળે છે. પુનર્જન્મની ઘટનાઓના વિવિધ પાસાંઓ તપાસવામાં આવ્યાં છે. અને અંતિમ સ્વરૂપના વૈજ્ઞાનિક પુરાવાઓમાં એવો નિર્દેશ સાંપડયો છે, કે આ એક હકીકત છે.’’
સંશોધનોના કેટલાંક તારણો રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે દર્દીના ભૂતકાળની સમીક્ષા કરીને અથવા ‘હિપ્નોટિઝમ’ દ્વારા વિસ્તૃત ઘટનાઓને તાજી કરાવી બિમારીનું કારણ શોધી શકાય છે; એવી જ રીતે ઘણી વાર બિમારી કે ભય જેવી ગ્રંથિઓનું કારણ ચાલુ જિંદગીમાં ન હોતાં, પાછલી જિંદગીમાં હોવાનું જાણવામાં આવ્યું છે.
એક દર્દીને માત્ર લોહી જોતાં જ ડર લાગતો. ચિકિત્સામાં આનું કારણ એ બહાર આવ્યું કે આગલા જન્મમાં આ દર્દીની કરપીણ હત્યા થઈ હતી ! આ જાણ્યા
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૩૫
www.jainelibrary.org