________________
That undiscoverd Country from Whose bourn, no traveller returns.
અર્થાત્ : મૃત્યુ પછી જીવ કોઈ અજ્ઞાત પ્રદેશમાં જતા હશે, જ્યાંથી કોઈ પ્રવાસી પાછો ફરતો નથી. આત્મા છે અને અમર છે, અને પુનર્જન્મ છે, એમ માનીએ તો પણ મરણ ભયનું કારણ નથી. આ દેહ છોડી ક્યાં જવાના છીએ તે કાંઈ જાણતા નથી. આથી સારી દશામાં કેમ જવાનું ન હોય?
વળી એમ પણ વિચાર આવે કે જિંદગીનો અંત મૃત્યુ હોય અને મૃત્યુ પછી કઈજ નહિ, Nothing to look forward to તો જિંદગી જીવવા જેવી લાગશે ખરી? જિંદગીનો વિચાર આવે કે મૃત્યુ કોયડો બનીને સામે ઉભું રહે, - જોડિયાં ભાઈની જેમ. અનેક તાત્વિક ગહન પ્રશ્નો ઉદ્દભવે છે.
ફિલસૂફ ડેવીડ ઘુમ (૧૭૧૧ – ૧૭૭૬) ગંભીર બિમારીમાં પટકાયા - ૩૭ વર્ષની ઉમ્મરે. સાક્ષાત મૃત્યુ સામે આવીને ઉભું હોય એવું લાગ્યું. ત્યાં એમને નર્ક દેખાયું યમદૂત દેખાયા. એ બચી ગયા, ઘણું જીવ્યા - પણ મૃત્યુનો ડર તો પેસી જ ગયો. એ ડરને દૂર કરવા પોતાના મનમાં એવું ઠસાવી દીધું કે મૃત્યુ જ જિંદગીનો અંત છે - પછી કશું જ નથી. મૃત્યુ સમયની, તે પછીની પીડાની ભીતિનો એહસાસ એટલો તીવ્રતમ હતો કે તેમણે જાણે અજ્ઞાતપણે પીડાના અંત માટે આત્માનો પણ અંત ઝંખ્યો! આથી ડેવીડ હ્યુમ આત્માની અમરતામાં માનતા નથી. આ વિષય જ એવા તરલ Fluid છે, કે કોઈ પણ માન્યતા ચોક્કસપણે અપનાવવી મુશ્કેલ બની જાય છે.
આત્માને અમર માનનારા - આત્માને નાશવંત માનનારા, પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવનારા, પુનર્જન્મનો ઈન્કાર કરનારા - બન્ને પક્ષોની દલીલો • તને સાંભળીએ ત્યારે બન્ને પક્ષ સાચા લાગે ને ક્યારેક બન્ને પક્ષની દલીલોમાં શંકા જાગે!
જિંદગીનો કાયમી અંત મૃત્યુ છે, It is logical termination of life. એવું માનવી વિચારતો હશે એટલે જ સંભવત: જીવન આટલું વહાલું લાગતું હોય, અને જીવનને કોઈ પણ ભોગે વળગી રહેવાની વૃત્તિ બળવત્તર થતી હશે?
કે પછી આત્મા અમર છે અને આ સૃષ્ટિ પરનો વર્તમાન જન્મ આત્માની - અનંત યાત્રાનો માત્ર એક મુકામ જ છે, અલ્પવિરામ. માટે તેને ક્યારેક અત્યંત પ્રિય અને ક્યારેક અત્યંત અકારી ભાસતી હશે? જન્મજન્માંતરના ચક્રમાં માત્ર અલ્પવિરામ છે - પૂર્ણવિરામ તો કેવળ મુક્તિમાં છે. આ જ જિંદગીનું વ્યાકરણ છે.
માણસના સદવર્તનનો આધાર આવા અનેક પ્રશ્નોના ઉકેલ ઉપર અવલંબિત નથી, ન હોવો જોઈએ. અલબત્ત આવું જ્ઞાન હોય તો તેને શ્રદ્ધાનું બળ મળે છે. અને સદ્વર્તનને આધાર મળે છે. કેટલાક ધર્મો આત્માને માને છે, પણ જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org