________________
આ રીતે ગત જન્મોની સ્મૃતિની હકીકત ત્રણ વાત સિદ્ધ કરે છે. ૧) જ્ઞાનનો આધાર દેહ નથી. ૨) દેહથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર કોઈ જુદું તત્ત્વ દેહમાં
છે. અને, * ૩) દેહના નાશ સાથે એ તત્ત્વનો નાશ થતો નથી.
ન્યૂયોર્કના એક માનસચિકિત્સકે તો ત્યાં સુધી કહી દીધું છે કે “એવું લાગે છે કે જન્મ પૂર્વેનું મનોવિશ્લેષણ, આપણને જકડી રહેલ વિજ્ઞાનના ભૌતિકવાદની રહીસહી કડીઓના ભૂકા બોલાવી દેશે.''
સર ઓલીવર લૉર્ડસ, પ્રો વિલીયમ મેકાથ, રહાઈન, ડૉ. કેનન, રેયનોર - જેન્સન વગેરે સંશોધકોએ આત્માના અસ્તિત્વ અને પુનર્જન્મના સિદ્ધાંતને વૈજ્ઞાનિક સ્તર પર લાવી દીધો.
હવે પ્રશ્ન રહ્યો પુનર્જન્મનું સ્થળ વિષે. આધુનિક ખગોળ વિજ્ઞાન અનેક તારાવિશ્વોની વાત કરે છે. હોઈલ (Hoyle) ના મતે આપણા તારાવિશ્વમાં ૧૦૦ અજબ તારાઓમાંથી એક કરોડ તારાઓ ગ્રહો વાળા હશે, જેમાંથી દશ લાખ ગ્રહો પર જીવસૃષ્ટિ હોવાનો સંભવ છે. અમેરિકન વૈજ્ઞાનિક ડો. સ્ટીફેન્સ એચ. ડૉલના કહેવા મુજબ એકલા આપણા તારાવિશ્વમાં જીવનની સંભાવનાવાળા પૃથ્વી જેવા પચાસ કરોડ ગ્રહો વિદ્યમાન હશે. એમાના દર દશ હજાર ગ્રહે. એક ગ્રહ બુદ્ધિશાળી જીવવાળો' હોય, તોય પચાસ હજાર ગ્રહો પર બુદ્ધિની ઉત્કૃષ્ટ લીલાઓની આશા રાખી શકાય છે. બીજી જ્યોતિઓમાંથી નિયત અંતરે સ્પંદનો આવી રહ્યાં છે, એવું તો આજે વિજ્ઞાન સ્વીકારે છે. જો આવાં સ્પંદનો કૃત્રિમ હોય, તો તેમને મોકલનાર આપણા કરતાં વધુ વિકસિત કોઈ અન્ય ગ્રહો પરના જીવો હોઈ શકે, એવું સંભવી શકે.
એજ રીગ્રેશન' ના અખતરાઓમાં આ પૃથ્વી સિવાય અન્યત્ર પૂર્વ જીવન વિતાવ્યાની બાતમી ઘણી વ્યક્તિઓ પાસેથી મળી છે. આવા એક હજાર ત્રણસો ને ખાસી અખતરા કરનાર ડો. એલેકઝાંડર કેનન વગેરેના સંશોધનો બતાવે છે કે આ પૃથ્વી સિવાય અન્યત્ર જીવસૃષ્ટિ છે. એટલું જ નહિં પણ શાસ્ત્રોમાં વર્ણવેલ દેવલોક જેવી પરિસ્થિતિવાળા સ્થાનો પણ વિશ્વમાં છે.
એક કિસ્સામાં ડો. એલેકઝાંડર કેનને ટ્રાન્સમાં રહેલી એક વ્યક્તિને એના જન્મના પાંચ વર્ષ પૂર્વની સ્મૃતિઓ જાગ્રત કરવા કહ્યું, એ વ્યક્તિએ કહ્યું કે “હું શુક્ર ઉપર છે. તમે સમયનું જે માપ દર્શાવો છો, એથી ગૂંચવાડો ઊભો થાય છે, કારણ કે તમારી પૃથ્વી ઉપર છે, એવો સમય અહીં નથી ત્યાંની-શુક્ર ઉપરની-જીવનની અન્ય પરિસ્થિતિ વિષે પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં જન્મ પુનર્જન્મ
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org