________________
એણે જણાવ્યું કે “જીવનની કળા શીખવી એ જ ત્યાંની મુખ્ય પ્રવૃત્તિ છે. પૃથ્વી પર જે અર્થમાં સમજીએ છીએ, તે અર્થમાં કોઈ કામધંધો ત્યાં નથી. ત્યાં રાત-દિવસ નથી. હમેશાં અત્યંત તેજસ્વી પ્રકાશ રહે છે. એટલો તેજસ્વી કે વધુમાં વધુ પ્રકાશવાળા દિવસે પણ પૃથ્વી “અંધારિયા ગ્રહ જેવી લાગે.” એન્ટ્રલ વર્લ્ડ :
અમેરિકા (Puelbo colarado) ની એક ગૃહિણી રથસીમોન્સ એજ રીગ્રેશન પ્રયોગ દરમિયાન પોતાના પૂર્વભવની વિગતો આપતાં કહ્યું કે “ હું એન્ટ્રલ વર્લ્ડમાં છું. અહિં અમારે ખાવાની કે ઊંધવાની જરૂર નથી પડતી, કે નથી થાક લાગતો.''
‘ત્યાં તમારો સમય શી રીતે પસાર કરતા?'
બસ જોયા કરવાનું'. ‘તમે ત્યાં હતા ત્યારે પૃથ્વી પર શું બની રહ્યું છે, તે તમે જાણતા હતા?' અમે ધારીએ તો જાણી શકીએ” ઈચ્છામાત્રથી તમે ધારો તે જોઈ શકો?' સંકલ્પમાત્રથી ત્યાં તમે માત્ર વિચાર કરો.ને બધું દેખાય'. ‘ત્યાં એસ્ટ્રલ વર્લ્ડમાં વૃદ્ધાવસ્થા, રોગ, મૃત્યુ જેવું કંઈ ખરૂ?”
‘ત્યાં મૃત્યુ નથી. તમે માત્ર ત્યાંથી અલોપ થઈ જાઓ... બીજા જીવનમાં ચાલ્યા જાવ.... બસ..... ત્યાં મૃત્યુ નથી.”
અને કોઈ રોગ?'
‘ના’.
એસ્ટ્રલ વર્લ્ડમાં તમે હતા, ત્યારે ભવિષ્યમાં શું થવાનું છે, તેની ખબર પડી શકતી ?'
“હા... દા.ત. ત્યાં રહેલાને બીજે જન્મ થવાનો હોય, એની પહેલાં..એને ખબર પડી જાય છે કે પોતાને ત્યાંથી જવાનું છે... તેઓ જોઈ શકે છે, શું થવાનું છે.''
- આ કોઈ શાસ્ત્રોએ કહેલાં કરેલાં, વર્ણનો નથી. આ છે આધુનિક પરામનોવિજ્ઞાનના પ્રયોગોનો નિષ્કર્ષ.
શાસ્ત્રોમાં દેવલોકના વર્ણનો: ત્યાં રાત-દિવસ નથી. નિત્ય અત્યંત તેજસ્વી પ્રકાશ છે. દરેક દેવને અમુક મર્યાદામા અતીન્દ્રિય જ્ઞાન હોય છે, જેથી તે ભૂત-ભાવિમાં નજર નાખી શકે છે. દેવોને ઊંધ કે આહારની જરૂર નથી રહેતી. સમય પસાર થઈ જાય છે એમ એમને લાગતું નથી. છ મહિના અગાઉ બીજી ગતિની ખબર પડી જાય છે.
જન્મ પુનર્જન્મ
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org