________________
ગેરહાજરીમાં પણ એ નિદાન કરી શકતો. માત્ર દર્દી ક્યા સ્થળે છે, એટલું જ કહેવું પડતું. કેસી આપમેળે ટ્રાન્સમાં સરી પડતો અને દર્દીનું શરીર ‘એકસરે’ જોતો હોય એમ બોલવા માંડતો. દાકતરો આજે પણ એના રેકર્ડ ફંફોળે છે.
ઓહિયો (અમેરિકા)ના આર્થર લેમર્સ નામના એક સાધનસંપન્ન પ્રકાશકે એક મિત્ર પાસેથી કેસીની આ અદભુત શક્તિ વિષે સાંભળ્યું, ત્યારે એને વિચાર આવ્યો, કે જે માણસ આવી અતીન્દ્રિય શક્તિ ધરાવે છે, તે માણસ સદીઓથી મુંઝવી રહેલા ગૂઢ કોયડાઓ જેવાં કે માનવીના જીવનનો હેતુ શો ? મૃત્યુ પછી શું થાય છે? વગેરે - ઉપર પણ પ્રકાશ ન નાખી શકે? લેમર્સ ખાસ આ કામ માટે આલબામા આવ્યો. પ્રથમ બેઠકમાં જ કેસીએ ધડાકો કર્યો કે લેમર્સ પોતે પૂર્વના ભવમાં એક સાધુ હતો ! ૧૦ ઑગસ્ટ ૧૯૨૩ ના દિવસે કેસીને અચાનક ખબર પડી કે એ પૂર્વભવમાં ડોકિયું કરી શકે છે.
અહીંથી કેસીના ‘“લાઈફ રીડિંગ્સ’” શરૂ થયાં. કેસી પૂર્વભવની વાત જણાવીને, ગત જીવનની વર્તમાન જીવન ઉપર કેવી અસર પડશે, એ પણ જણાવતો. જે વ્યક્તિને કદી જોઈ ન હોય, એનાં સ્વભાવ, ખાસિયતો, માનસિક વિકાસ, નિદાન, ઉપચાર, આગાહીઓ વગેરેનો પણ એ ચોક્કસ નિર્દેશ આપતો, જેની સચ્ચાઈ આશ્ચર્યજનક રીતે યથાર્થ નીવડતી.
ઈ. સ. ૧૯૪૫ માં અડસઠ વર્ષની ઉંમરે કેસી મૃત્યુ પામ્યો એ પહેલાં એના પ્રશંસકોએ એના નામે એક સંસ્થા પણ ઊભી કરી દીધેલી. એ સંસ્થાએ એડગરના ત્રીસ હજાર ‘‘હેલ્થ રીડીંગ્સ’’ અને અઢી હજાર ‘“લાઈફ રીડીંગ્સ’’ સાચવી રાખ્યાં છે. આમ એડગર કેસીએ અમેરિકામાં પુનર્જન્મના સિદ્ધાંતને પ્રતિષ્ઠા અપી.
મેલબોર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. રૈયનોર જોન્સન, અનેક વર્ષોના અભ્યાસ પછી The Imprisioned Splendour' પુસ્તકમાં પરામનોવૈજ્ઞાનિક સંશોધનોની ચર્ચાનો ઉપસંહાર કરતાં અંતે લખે છે કે ‘ટૂંકમાં મૃત્યુ આપણા અસ્તિત્વનો અંત નથી આણી દેતું, એમ માનવાને આપણી પાસે પૂરતા વિશ્વસનીય પુરાવાઓ છે.’’
પુર્વજીવનની સ્મૃતિ આ જીવનમાં થાય છે, એ હકીકતે માત્ર પુનર્જન્મની જ સાબિતી નથી આપી, પણ આપણી સ્મૃતિ મગજના કોષો પર આધારિત છે, એવી આધુનિક વિજ્ઞાનની માન્યતાને પણ પડકારી છે. જે શરીર નાશ પામ્યું-રાખમાં કે ધૂળમાં મળી ગયું, તે શરીર જ્યારે હતું, વિદ્યમાન હતું, તે સમયની સ્મૃતિઓ, અન્ય ધારણ કરેલા શરીરમાં જાગૃત કરી શકાય છે, એજ સિદ્ધ કરે છે કે સ્મૃતિઓનો આધાર દેહ નહિ, પણ કોઈ સ્વતંત્ર તત્વ છે.
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૪૦
www.jainelibrary.org