________________
પડે. જીવનું નવું ઉત્પત્તિસ્થાન ગમે તેટલું વિશ્રેણિ પતિત-વક્રરેખાશ્રિત હોય, તો પણ તે ત્રણ વળાકમાં અવશ્ય પ્રાપ્ત થઈ જાય છે. પુદ્ગલની વક્રગતિમાં વળાંકની સંખ્યાનો કશો યે નિયમ નથી.
અંતરાલગતિ ઓછામાં ઓછા એક ‘સમય’ (કાળનું ન્યૂનતમ પ્રમાણ) ની અને વધુમાં વધુ ત્રણ સમયની હોય છે આ સમય દરમ્યાન સ્થૂળ શરીર ન હોવાથી એટલા સમય સુધી જીવુ ‘અનાહારી’ રહે છે. અન્યથા જીવ પ્રતિક્ષણ ‘આહાર’ કરતો જ હોય છે.
પૂર્વભવ સમાપ્ત થતાં જ સંસારી જીવ નવો ભવ ધારણ કરે છે. જન્મ ધારણ કરવાના પણ ત્રણ પ્રકાર છે: સંમૂર્છિમ, ગર્ભ અને ઔપપાતિક
સંમૂર્છિમ એ પ્રથમ પ્રકાર નિમ્નસ્તરીય જંતુ, વનસ્પતિ વગેરેમાં જોવા મળે છે. બીજો પ્રકાર ગર્ભુજ, એ પશુ, પક્ષી, માણસમાં જોવા મળે છે; જેમાં જીવ માતૃગર્ભથી આવે છે. ત્રીજા પ્રકાર ઉપપાતમાં એકદમ પ્રગટ થવું, ઉપપાત જન્મ લેવું, એ દેવ અને નારકીમાં હોય છે. (અ.૨, સૂત્ર ૩૨ થી ૩૬)
વળી જન્મ એટલે શરીરનો આરંભ. એટલે શરીરના પ્રકારો અને તેને લગતા પ્રશ્નોનું વિવરણ પણ જૈન દર્શનમાં મળે છે. જૈન શાસ્ત્ર અનુસાર સંસારમાં રહેલા જીવોના શરીરના પ્રકાર પાંચ છે: ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ.
ભવાંતરમાં જતો જીવ તૈજસ અને કાર્મણ શરીર સાથે લઈને જાય છે. આત્માની સાથે એ અનાદિ સંબંધવાળાં છે. (અ. ૨, સૂત્ર ૩૮ થી ૪૮)
જ્ઞાનના પ્રકાર
જૈન દર્શનમા ચાર પ્રકારનાં ધ્યાન દર્શાવ્યાં છે. (૧) ધર્મધ્યાન,
(૨) શુક્લ ધ્યાન, (૩) આર્ત ધ્યાન અને (૪) રૌદ્ર ધ્યાન. પ્રથમ બેને શુભ ગણ્યા છે.
યોગમાં ધ્યાન-ધારણા-સમાધિ ને ‘સંયમ’ એવા શબ્દમાં વર્ણવી એકાત્મતા દર્શાવી છે.
ધર્મધ્યાનનું ફળ આત્મધ્યાન અને તે દ્વારા આત્મજ્ઞાન તરફ પ્રયાણનું હોય છે;- થઈ શકે. જ્યારે શુક્લ ધ્યાનનું ફળ તેની જ ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને અંતિમ ધ્યેયરૂપ મોક્ષ પ્રાપ્તિ પણ તેની જ પરિણતી ગણી શકાય.
શુક્લ ધ્યાનની શરૂઆતની દશા યોગસૂત્રમાં જણાવેલ સંપ્રજ્ઞાત સમાધિ સમાન ગણાવી શકાય. શુક્લ ધ્યાનના પ્રથમ બે ચરણોમાં લેશ્યા શુદ્ધ હોય છે.
જન્મ પુનર્જન્મ
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org