________________
કરવો જરૂરી છે. કેમકે તેઓને પણ પુનર્જન્મની ઉત્પતિ માટે છેવટે સૂક્ષ્મ શરીરનું ગમન અને અંતરાલગતિ માનવાં પડે છે, પરંતુ જેન તો પોતે દેહવ્યાપી આત્મા માનતું હોવાથી આ પ્રશ્નોનો ઉચિત વિચાર તત્ત્વાર્થસૂત્રમાં કર્યો છે, (અધ્યાય ૨, સૂત્ર ૨૬ થી ૩૧).
અંતરાલગતિ બે પ્રકારની છે; ઋજુ અને વક્ર. જુગતિથી સ્થાનાંતરે જતા જીવને નવો પ્રયત્ન કરવો પડતો નથી, કેમકે જ્યારે તે પૂર્વ શરીર છોડે ત્યારે તેને પૂર્વ શરીરજન્ય વેગ મળે છે. તેથી બીજા પ્રયત્ન વગર ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ સીધો જ નવા સ્થાન પર પહોંચી જાય છે. બીજી ગતિ વક્ર-વાંકી હોય છે. આ ગતિથી જનાર જીવને નવો પ્રયત્ન કરવો પડે કેમકે પૂર્વ શરીરજન્ય પ્રયત્ન, જીવને જ્યાંથી વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે. વળવાનું સ્થાન આવતાં જ પૂર્વદેહજનિત પ્રયત્ન મંદ પડે છે, માટે ત્યાંથી સૂકમ શરીર, કે જે જીવની સાથે એ સમયે પણ હોય છે, તેનાથી થાય છે. એ આશયથી સૂત્રમાં કહ્યું છે કે વિગ્રહગતિમાં કર્મણયોગ જ છે. એટલે કે વક્રગતિથી જતો જીવ માત્ર પૂર્વશરીરજન્ય પ્રયત્નથી નવા સ્થાને પહોંચી શકતો નથી...
ઋજુગતિ સરળ રેખામાં હોય છે. વક્રગતિમાં સરળ રેખાનો ભંગ થાય છે, અને ઓછામાં ઓછો એક વળાંક લેવો જ પડે છે. - જીવ અને પુદગલ બન્ને ગતિના અધિકારી છે. અહીંયા મુખ્ય પ્રશ્ન જીવનો છે. શરીર છોડીને બીજે સ્થળે જનારા જીવો બે પ્રકારના છે. ' ૧. સ્થળ અને સૂક્ષ્મ, બન્ને શરીર છોડી સ્થાનાંતર કરનારા જીવો. તેઓ
‘મુમાનમોક્ષે જતા કહેવાય છે. ૨. જેઓ પૂર્વ સ્થૂળ શરીર છોડી નવા સ્થૂળ શરીર પ્રાપ્ત કરે છે, તે જીવો
અંતરાલગતિના સમયે સૂક્ષ્મ શરીરથી અવશ્ય વીંટળાયેલા હોય છે. એવા જીવો સંસારી કહેવાય છે. મુચ્ચમાન જીવો મોક્ષના નિયત સ્થાન ઉપર ઋજુગતિથી જ જાય છે... મુક્તિ સ્થાનમાં જતાં આત્માની માત્ર એક સરળ ગતિ જ હોય છે, અને પુનર્જન્મ માટે સ્થાનાંતર કરતા જીવોની સરળ તથા વક બન્ને ગતિઓ હોય છે... આનું કારણ એ છે કે પુનર્જન્મના નવીન સ્થાનનો આધાર પૂર્ણ કરેલાં કર્મ ઉપર છે. અને કર્મ વિવિધ પ્રકારના હોય છે. જુગતિનું બીજું નામ ‘ઈષગતિ પણ છે. કેમકે ધનુષના વેગથી પ્રેરાયેલા બાણની ગતિની માફક પૂર્વશરીરજનિત વેગથી માત્ર સીધી હોય છે. વક્રગતિનાં ‘પાણિમુકતા; લાંગલિકા, અને ગૌમૂત્રિકા એવાં ત્રણ નામ છે. જે એક વળાક, બે વળાંક અને ત્રણ વળાંક દર્શાવવા વપરાય છે. જીવની કોઈ પણ એવી વક્રગતિ નથી હોતી કે જેમાં ત્રણથી અધિક વળાંક લેવાં જન્મ પુનર્જન્મ
૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org