________________
ત્રીજા ચરણોમાં તે પરમ શુક્લ અને ચોથું ચરાણ લેશાતીત હોય છે.
યોગશાસ્ત્ર અનુસાર સમાહિત ચિત્તની પૂર્વવૃત્તિ શાંત થતાં સમાધિ પર્યત રહેલું ધ્યાન તે સમાહિત ધાન છે; અને સંયમત્રી દ્વારા અતીત અનાગતનું જ્ઞાન અને આ સંસ્કાર પરિણામરૂપ પૂર્વમતિજ્ઞાન અને પ્રત્યયમાં પરચિત્તજ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને છે, જે જૈન પરિભાષામાં “અવધિ’ ‘જાતિસ્મરણ” અને ‘મન:પર્યવ જ્ઞાનના સમાનાર્થી ગણી શકાય. જેન શૈલીમાં આત્મવિકાસની આ શ્રેણી ગુણસ્થાનક્વારા સમજાવવામાં આવી છે.
યોગશાસ્ત્ર અનુસાર કે જેનદર્શન અનુસાર, આવશ્યક પૂર્વ તૈયારી બાદ જીવ જ્યારે નિષ્ઠાપૂર્ણ સાધનામાં પ્રવૃત્ત થાય છે. ત્યારે લૌકિક અને અલૌકિક ફળ પ્રાપ્તિ માટે યોગ બનતો જાય છે અને ઉત્તરોત્તર આત્મગુણની ઊંચી અને ઊંચી શ્રેણી પ્રાપ્ત કરતો જાય છે. આ સાધના દરમ્યાન તેને ક્રમાનુસાર અનેક લબ્ધિઓ, સિદ્ધિઓ, શકિતઓ પ્રાપ્ત થતી રહે છે,-અનાયાસે મળતી જાય છે. પરંતુ જે જીવ લોકસામગ્રીમાં, લોક એપાણામાં લપટાઇ જાય, સિદ્ધિઓનુ લૌકિક પ્રદર્શન, એ દ્વારા મળતી પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા, અર્થકામના વિગેરે જેથી દુન્યવી લાલચમાં સરી પડે, તો આત્મવિકાસ ત્યાં જ અટકી પડે. આત્મસાધનામાં આવી સિદ્ધિઓ સહજપણે ઉત્પન્ન થાય છે, પણ તેનાથી ખૂબ સાવધ રહેવું પડે છે.
इहा अपोहः विमर्श: मार्गणा च गवेषणा।
संजा स्मृति: मति: प्रज्ञा सर्वम् अभिनिबोधिकम् ॥ અર્થાતું : "હા, અપહ, મીમાંસા, માર્ગણા, ગષણા, સંજ્ઞા, શક્તિ, મતિ અને પ્રજ્ઞા - એ સર્વ અભિનિબોધિક યા મતિજ્ઞાન છે.
અભિનિબોધિક જ્ઞાનનાં બે પ્રકાર છે : • ૧. શ્રુતિનિશ્રિત : સૂત્ર યા સંહિતાધારિત જ્ઞાન.
૨. અશ્રુતનિશ્ચિત : સૂત્ર યા સંહિતા પર જે આધારિત ન હોય. બન્નેમાં ચાર પ્રભેદ છે : પ્રથમનાં ઉગહ, ઈહા, અપાય અને ધારણા. બીજાનાં ખાતિક, નાયિક, કાર્મિક અને પરિણાર્મિક. (નંદીસૂત્ર : ૪૬ થી ૮)
चिन्तितमचिन्तितं वा, अर्ध चिन्तितमनेकभेदगतम्। - મન: પર્વત: તિ જ્ઞાન યજ્ઞનતિ તg વરનો
અર્થાત્: જે જ્ઞાન મનુષ્યલોકમાં સ્થિત જીવના ચિંતન, અચિન્તિત, અર્ધ ચિત્તત આદિ અનેક પ્રકારના અર્થથી મનને પ્રત્યક્ષ જાણે છે એ મન:પર્યવ જ્ઞાન છે.
પંચવે હોંતિ ગાણા.. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવલમાં પ્રથમ ચાર જ્ઞાન લાયોપક્ષમિક છે; અને કેવલજ્ઞાન ક્ષાયિક છે. એક દેશ ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન હોવાના કારણે ચાર જ્ઞાન અપૂર્ણ છે, અને સમસ્ત કર્મોના ક્ષયથી ઉત્પન્ન હોવાને કારણે પાંચમું કેવળજ્ઞાન પરિપૂર્ણ છે. જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org