________________
સ્વીકારવા માટે કેટલાંક Basic Assumptions ગૃહીતો કે Premises, અર્થાત Origin, કે Starting Point, કે ધારીલો કે થી પ્રારંભ કરવો પડે છે. જો ગૃહીત ખોટું કે યથાર્થ ન હોય, તો તેને આધારે ટકેલાં અનુમાનો, પ્રમેયો, સાબિતીઓ અને ઉપપ્રમેયો ખોટાં ઠરે. ભારતીય સંસ્કૃતિ પુનર્જન્મની માન્યતાના પાયા પર ઊભેલી પરંપરા છે; એટલે એ પરંપરામાં પુનર્જન્મના ગૃહીતોનું મહત્વનું સ્થાન છે. પુનર્જન્મના ગૃહીત વગર કર્મનો સિદ્ધાંત, કાયદો અને પરંપરા ટકી ન શકે, પુરુષાર્થ – સાધના – ઉપાસના મૂલ્યહીન થઈ જાય. સદાચાર નગણ્ય થઈ જાય. મોક્ષ કે મુક્તિનો ખ્યાલ ટકી ન શકે. વૈદિક, જૈન અને બૌદ્ધ ધર્મના પાયામાં પુનર્જન્મની સંકલ્પના રહેલી છે. માનવીને કર્મ કરવાની સ્વતંત્રતા આપેલી છે. કર્મના સિદ્ધાંત વગર જન્મ - પુનર્જન્મની માન્યતા ટકી ન શકે. ઈશ્વર કે કુદરત નથી કર્મનું સર્જન કરતાં કે નથી ફળ આપવા બેસતા. એ બધું સૃષ્ટિક્રમ પ્રમાણે સ્વયં સંચાલિત છે. ઓટોમેશનની જેમ ચાલતું જ રહે છે. શુભકર્મ શુભચિંતન, યજ્ઞભાવના, ન્યાયની સંકલ્પના વગેરે જન્મ-પૂનર્જન્મની માન્યતા વગર ટકી ન શકે, અને આવી ભાવનાઓ વગર જન્મ-પુનર્જન્મની માન્યતામાં શ્રદ્ધા ઉત્પન્ન ન થાય.
Action and Reaction are equal and opposite. માત્ર ક્રિયા જ નહિ, પણ મનસા કર્મ પણ કર્મ છે. બધા કર્મોમાં ક્રિયા ન પણ હોય, પણ પ્રતિભાવ તો હોય જ છે. કારણ-કાર્ય- cause and Effect નો નિયમ બધા કર્મોને લાગુ પડે છે. જીવનના સઘળાં વ્યાપારો કારણ-કાર્યની સાંકળથી જોડાયેલા છે. હરેક ઘટના પાછળ કારણ હોય છે, અને હરેક કારણ કોઇક પ્રતિભાવ ઘટના નિર્માણ કરે જ છે. આ પ્રકિયા ચોક્કસ હોવાથી, નિયત હોવાથી determined હોવાથી આવી પ્રક્રિયા ને Determinism કહે છે. 'નિયતિ' એટલે નિયમ. આમ કર્મના કાયદાનું કેંદ્ર નિયતિવાદ છે. આ કર્મનો કાયદો ન્યાય (Justice) ઉત્ક્રાંતિ (Evolution) ના પાયા પર આધારિત હોવાનું માની શકાય. ન્યાયનો સંબંધ પ્રત્યેક કર્મ (Cause) સાથે જોડાયેલ (Effect) ફળ સાથે રહેલ છે. આ સાંકળ સતત ચાલતી જ રહે છે. તત્વચિંતક બર્નસાં કહે છે : 'પ્રત્યેક ક્ષણ માત્ર નવી જ નહિં, અધ્ય પણ છે. પરિવર્તન મૂળગામી છે. પરિવર્તન એટલે પરિપકવતા- નવસર્જન.' માનવી પ્રગતિશીલ જીવનપ્રવાહની સભાન અભિવ્યક્તિ છે. Creative Evolution માં વિકાસની ચરમ સીમાની વાત કહી. નિરપવાદ કર્મની ગતિવિધિ જન્મ-પુનર્જન્મનાં માળખામાં નિહિત છે. આ કાયદો સર્વને લાગુ પડે છે, સ્વયંસંચાલિત છે. વિશ્વની સંરચનાનુ ચાલક પરિબળ છે. બૌદ્ધ ધર્મમાં એક
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org