________________
હું ફરી તારાં ગીતો તને સંભળાવીશ.'
ટાગોરે ત્રણ હજાર ઉપરાંત ગીતો રચ્યાં, મુખ્યત્વે પ્રભુને સર્મપિત. છતાં પણ કશુંક બાકી રહી જ ગયું. છેલ્લે ટાગોરે લખ્યું : The Songs I never sang to you, remain hidden behind my tears. જે ગીતો હું તને ગાઈ-સંભળાવી નથી શકયો, તે મારાં આંસુની પછીતે છુપાયેલાં છે.
થોરો નસીબદાર હતા. કહેતા : સૌથી કિંમતી સ્થાનમાં અને બરાબર યોગ્ય સમયે મારો જન્મ થયો છે. એ જોઈ મને જે આશ્ચર્ય ઉત્પન્ન થયું છે, તેનાથી હું હજી પણ મુક્ત થઈ શકયો નથી.
પૂ. શ્રી મોટા શ્રી દેહ ધરીને પોતાનું પુનરાગમન ઈચ્છે છે, તેમણે સ્વમુખે આ કહેલું છે.
લોકો આવતા ભવમાં પણ એ જ માતાનો ખોળો મળે, એ જ પિતા, પુત્ર, પુત્રી, પત્ની, સ્વજનો કે મિત્રો મળે, એવી અભિલાષા સેવતા હોય છે. આની પાછળ એક કારણ એ પણ ગણાવી શકાય, કે બધું મળ્યા છતાં કશીક અધૂરપ વર્તમાન જીવનમાં રહી જ ગઈ હોય છે. જીવનમાં વ્યક્તિનીં, વસ્તુની અને વાતાવરણની એક સાથે સાનુકૂળતા સુલભ નથી હોતી. માતા પિતા હોય છે, ત્યારે સંજોગો અનુરૂપ નથી હોતાં. સંજોગો સુધરે, ત્યારે માતા વિદેહી થઈ ગયાં હોય છે. સ્થળ, કાળ અને પ્રિયજનોનો ત્રિવેણીસંગમ દુર્લભ હોય છે. એટલે કેટલાક અભાવ તો રહી જ જાય છે. જેની પૂર્તિ માટે લૌકિક દિષ્ટએ માણસો બીજા ભવમાં ઈચ્છાપૂર્તિ માટે આકાંક્ષા સેવે છે.
પિતા
The time place and loved one are seldom together. પ્રમાણિત ઘટનાઓ :
તાજેતરમાં જ ટી. વી. માં બી. બી. સી. પરથી પુનર્જન્મના પ્રમાણિત કિસ્સાઓ રજૂ થયેલાં.
ઉત્તર પ્રદેશના એક ગામડાનો આઠેક વર્ષનો છોકરો. મા-બાપને કહેતો : ‘તમે મારાં મા-બાપ નથી’. એ સતત કહેતો ‘હું તો બસ અહીં આવી ગયો છું. દિવસ ગુજારી રહ્યો છું. આ શરીર મારૂં નથી.’’ વળી કહેતો ‘હું આગ્રાનો છું. ત્યાં મારાં મા-બાપ, પત્ની અને બે બાળકો છે. મારી રેડિયો - ટીવીની દુકાન છે. હું તો અહીં આવી ગયો છું.' મા-બાપને પ્રથમ તો આ વાતો લવારારૂપ લાગતી. પણ સુરેશ મા-બાપને પણ મા-બાપ માનવા તૈયાર જ ન હતો.
એક દિવસ સુરેશને આગ્રા લઈ ગયાં. સુરેશે દુકાનનું સરનામું આપ્યું. અને ખરેખર ત્યાં રેડિયોની દુકાન હતી. દુકાનની બધી વસ્તુઓ ઓળખી, પાછળથી શું ફેરફારો થયાં છે, તે કહી બતાવ્યાં. દાદાજીનો ફોટો ઓળખ્યો.
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૬૭
www.jainelibrary.org