________________
એથી ભરેલું છે. મોનેડમાં એક સર્વસત્તાધીશ મોનેડ છે, જેને આપણે માનવીનો આત્મા કહીએ છીએ. જેન દર્શનમાં પણ જગત નિગોદના જીવોથી ઠાંસોઠાંસ છે, કંઈક અંશે એવી આ ધારણા છે. સ્પીનોઝા : (ઈ. સ. ૧૬૩૨ – ૧૬૭૭)
યુરોપીય તત્વચિંતક સ્પીનોઝા કહેતો “મુક્ત માણસ મૃત્યુ વિષે સહેજે ઓછું વિચારતો નથી. અને એનું શાણપણ જ એ મૃત્યુનું નહિ, પણ જીવનનું ધ્યાન ધરવામાં હોય છે.
સ્પીનોઝા તમામ વસ્તુઓનાં સત્યને, સાચી વાસ્તવિકતાને, પ્રકૃતિને અને ઈશ્વરને એક જ ગણે છે. એને મન ઈશ્વરની શકિત અને કુદરતના કાનૂન એક જ છે. એ ક્રાઈસ્ટને દેવ માનતો નથી; પણ માનવશ્રેષ્ઠ પયગંબર માને છે. એ કહે છે: સમગ્ર પ્રકૃતિમાં મનની તન્મયતાનું જ્ઞાન મોટામાં મોટ શ્રેય છે. વ્યક્તિગત અલગતા આ ભાસી છે. સમગ્ર પ્રકૃતિના કાર્યકારણના વ્યવસ્થાના કાનૂનોના- એટલે કે પરમાત્માનાં જ - આપણે અંગભૂત રીતે એક ભાગ છીએ! આ દષ્ટિ ભારતીય તત્ત્વજ્ઞાન સાથે ઘણું સામ્ય ધરાવે છે. જીવાત્મા એ પરમાત્માનો જ અંશ છે. એવો વિચાર આમાં ધ્વનિત થાય છે. ભારતીય તત્વજ્ઞાનની જેમ સ્પીઝા પણ માને છે કે દેહનો નાશ થાય છે, પણ એનું ચૈતન્ય તત્ત્વ, જે પરમાત્મ અંશ છે, તે તો અજર, અમર અને સનાતન છે, કેમકે સર્વમાં ઓતપ્રોત થઈને રહેલું પરમાત્મા તત્ત્વ પણ એ જ લક્ષણ ધરાવે છે. આ દષ્ટિએ આલેખાયેલાં માનવીને સગુણો માટે પરમાત્મા સારો બદલો આપે એવો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી; કેમકે સદગુણ તેમ જ પરમાત્માની ઉપાસના એ પોતે જ સ્વયંમેવ સુખપ્રદ છે. એટલે એનું જો કોઈ ફળ હોય, તો તે તેમાથી સર્જાતી સુખ ભાવનામાં જ છે.
ઈશ્વર અને પ્રકૃતિનો સ્પીનોઝાનો ખ્યાલ ખ્રિસ્તીઓના આ અંગેના ખ્યાલ કરતાં તદ્દન જુદો છે. યહૂદી પ્રજામાં તે સમયે શાસ્ત્ર વિરૂદ્ધ વાત કરનારને પજવવામાં આવતો. સ્પીનોઝા યહૂદી તરીકે પ્રજામાંથી નાતબહાર થઈ ગયો. અને અન્ય પ્રજાઓથી પણ અછૂત જેવો થઈ ગયો.
સ્પીનોઝા યુરોપનો અજોડ તત્ત્વજ્ઞાની હતો. એના વિષે કહેવાતું કે ખ્રિસ્તી ધર્મમાં બે જ ખ્રિસ્તીઓ થયા. એક ઈશુ પોતે અને બીજે સ્પીનોઝા. ચશ્માનાં કાચ સાફ કરીને સદાયે આજીવિકા મેળવી. કાચની સફાઈ સાથે વિચારોની સફાઈ કરી. તેની બહેને એનો વારસાભાગ પચાવી પાડયો. “સ્પીનોઝા તો ભગત માણસ. એને શું જરૂર હોય?' એવું વિચાર્યું હશે. સ્પીનોઝાએ બહેનના આ અયોગ્ય જમ પુનર્જન્મ
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org