________________
પગલાં સામે કેસ માંડયો. કેસ જીત્યો. કોર્ટની બહાર નીકળતાં મળેલી મિલકત બહેનને આપી દીધી. અન્યાયનો પ્રતિકાર, એ જ ધર્મયુદ્ધ. ૧૭૫૭)
બાર્કલે : (૧૬૮૫
આયર્લેન્ડમાં જન્મેલો બાર્કલે માનતો કે જેને આપણે કાર્ય-કારણની શૃંખલા કહીએ છીએ એ ઈશ્વરના દિવ્ય સંકલ્પનું પ્રકટીકરણ છે.
ભૌતિક જગતની સત્તા આધ્યાત્મિક છે. એનું પ્રસિદ્ધ સૂત્ર હતું : જે જે દશ્યમાન છે, તે જ અસ્તિત્વ ધરાવે છે. જોનાર છે, માટે જ હોવાપણું છે, - સમસ્ત અવકાશી પદાર્થો અને પૃથ્વી પરનો સઘળો સાજ-સરંજામ મળીને જે વિરાટ વિશ્વનું ચિત્ર આપણી સમક્ષ ઉપસે છે, તેમાં મન સિવાયનું કોઈ તત્ત્વ-સત્વ નથી. શંકરાચાર્યના માયાવાદ જેવી વાત કહી છે. ઊપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે : ‘ભવપ્રંપચ મનજાળકી, બાજી જૂઠી મૂળ’ ઈમેન્યુએલ કેન્ટ : (૧૩૨૮ – ૧૮૦૪)
કેન્ટ કહે છે: આપણી લાગણી, ઈશ્વરના અસ્તિત્વની પ્રતીતિ, આપણા અંતરાત્માના માર્ગદર્શક તરીકે કરાવે છે. મૃત્યુ પછીના જીવનનું અસ્તિત્વ પણ આપણી લાગણી દ્વારા જ સમજી શકાય છે. એક શ્રદ્ધાળુની જેમ કેન્ટ કહે છે કે, આવા અદ્ભુત જગતની રચના ઈશ્વર સિવાય બીજું કોઈ કરી જ ન શકે. જેમ કળાકૃતિનો સર્જક કોઈ કલાકાર હોય જ, તેમ આ સૃષ્ટિનો સર્જક ઈશ્વર જ હોય. કલાકાર મહદ્ અંશે ઈશ્વરનાં સાંનિધ્યમાં જ હોય છે. એટલુંજ નહિ, પણ સામાન્ય માનવના જીવનમાં પણ ક્યારેક તો એવી ક્ષણ આવે છે, કે જ્યારે એને ઈશ્વરની ઝાંખી થાય છે.
કેન્ટના ધર્મ અને નીતિશાસ્ત્ર સબંધી વિચારોથી ધર્મગુરુઓથી અકળાઈ ઉઠયા. રાજાએ ધર્મવિરૂદ્ધ લખવાનો નિષેધ ફરમાવ્યો. પણ એ અગાઉ બધાં જ લખાણો પ્રગટ થઈ ચૂકયાં હતાં. ૭૦ વર્ષની ઉમ્મરે રાજકીય બાબતો અંગે સ્પષ્ટ વિચારો જણાવવા લાગ્યો. ફ્રેન્ચ ક્રાન્તિના સમાચારથી ઉત્તેજિત થઈ હર્ષાશ્રુ સાથે એણે ઉદ્ગાર કાઢયા,‘હે ઈશ્વર તારો આ દાસ હવે શાંતિપૂર્વક વિદાય લઈ શકશે'' કેન્ટના ગ્રંથોના અંગ્રેજી અનુવાદકોમાં મેક્ષ મૂલરનું નામ નોંધનીય છે. હેન્રી બર્ગસાં : (૧૮૫૯ ૧૯૪૧)
બર્ગસાં બુદ્ધિ અને સ્ફૂરણા વચ્ચે ભેદ સમજાવે છે. જીવન સતત સંઘર્ષમય પ્રગતિશીલ પ્રક્રિયા છે. ઉત્ક્રાંતિના માર્ગમાં જીવનનું સર્જનાત્મક તત્ત્વ સતત પ્રયોગો કરતું રહે છે, જેને આપણો ઈશ્વર કહીએ છીએ. જીવનતત્ત્વ અને ઈશ્વર એ બંને એક જ છે. પરંતુ આ ઈશ્વર સર્વશક્તિમાન નથી, સતત જડ પદાર્થોના અવરોધો ઓળંગી પ્રકાશ તરફ ગતિ કરે છે. તે (ઈશ્વર) અનંત જીવન છે,
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૧૨
www.jainelibrary.org