________________
Secret Doctrines), લામાં કાઝી દવા સંમપુદપનો ઉપદેશ; સંકલન W. Y. Evans-Wentz.
(Oxford University Press) Budha like Plato sought to find the state beyond flux - ભાવ-નિરોધ-નિભાનામ્ - To withdraw from flux is to attain Nirvana.
ભારતમાં ‘લોકાયતિક’ નામે ઓળખાતા એક સંપ્રદાયના પ્રણેતા ચાર્વાક પ્રષિએ આત્માના અસ્તિત્વને જ નકારી કાઢેલું. આથી કર્મ, પૂનર્જન્મ, મોક્ષ જેવી વાતો પણ એમના મત મુજબ નિરર્થક ઠરે છે. આથી ધર્મ, આરાધના, સાધના વગેરે પણ કોઈ કામના ન રહે એ દેખીતું છે. તેથી જ તેમણે કહ્યું હતું :
માવજત જીત, ઢગં કૃત્વા ધૃત પિત!
ભસ્મીભુતસ્ય દેહસ્ય પુનરાગમન કુત: ? અર્થાત્ : જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સુખે જીવીએ (વ્યર્થ કષ્ટ ભોગવવું નહીં) કરજ કરીને પણ ઘી પીવું, કારણ કે ભસ્મ થયેલ દેહ કંઈ પાછો આવવાનો નથી.
વૈજ્ઞાનિકો, બુદ્ધિવાદીઓનેં આજે જે અભિમત છે, તેવી જ માન્યતાઓ સેંકડો વર્ષ પુરાણા આ મતમાં પ્રચલિત હતી. આ એક વિલક્ષણ મત અવશ્ય છે. ભારતની મત સહિષ્ણુ સંસ્કૃતિએ ચાર્વાકને પણ ઋષિ ગણ્યા છે. આ લોકાયત મતને આ એક શ્લોકમાં પૂરો કરી શકાય નહિં. તેમ છતાં જીવન અને મરણ વિષે માનવજાતે ઊંડાણથી વિચાર્યું છે અને દેહધારીઓ માટે મરણ નિશ્ચિત છે એ સમજનો સ્વીકાર તો કરવો જ પડે છે. એટલે આ દર્શનનું સત્ય સ્પષ્ટ છે.
તજીવનચ્છરીરવાદ : ત્રેવીસ માહેના એક વાદ તજજીવનચ્છરીરવાદ તરીકે ઓળખાય છે. આ મત અનુસાર સંસારમાં જેટલા શરીર છે, તેમાં દરેકમાં આત્મા છે. વળી એ આત્મા શરીરની હયાતિ સુધી જ ટકી રહે છે. શરીરના નારા સાથે જ શરીરીનો વિનાશ થાય છે. આ લોક સિવાય પર’ એટલે બીજો કોઈ લોક નથી. પુણ્ય કે પાપ જેવું કશું જ નથી. પરલોકે જનારો કોઈ આત્મા શરીરથી જુદો નથી. કોઈ તત્વો એક જન્મથી બીજા જન્મમાં જનારાં નથી. એટલે કે આ વાદ પાપ - પુણ્ય અર્થાત્ કર્મના સિદ્ધાંતમાં કે આત્માની નિત્યતામાં, કે અન્ય લોકમાં, કે કોઈ અન્ય જન્મમાં માનતો નથી. ટૂંકમાં શરીર એ જે આત્માનો આવિર્ભાવ એવું તારણ નીકળે. કાળક્રમે આ વિચારધારા વિલય થઈ ગઈ.
જીવન અને મરણનું રહસ્ય શોધવાની જિજ્ઞાસામાંથી આવાં જુદાજુદા ઉત્તરો સામે આવ્યા. હજી પણ શોધ ચાલુ છે.
અનાત્મવાદી હોય તે પુનર્જન્મ કે પરલોકમાં ન માને.
જ્યારે બુદ્ધધર્મે પુનર્જન્મ, તેના કારણ, તેમજ કર્મની નિવૃત્તિ અને નિર્વાણ જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org