________________
પણ સારી રીતે થઈ શકે. બૌદ્ધ દર્શને આવો પુનર્જન્મ તો સ્વીકાર્યો જ છે, પણ તે ઉપરાંત પ્રત્યેક પળે પુનર્જન્મ થતો માન્યો છે. કર્મનું સંક્રમણ કે સંચરન જેમ વ્યક્તિના જીવન દરમ્યાન થાય છે, તે રીતે તેના મરણ વખતે પણ થાય એ સંભવિત છે.
શરીર કામ કરતું અટકી જાય તો પણ માનસિક અને અપાર્થિવ શક્તિઓ-પરિબળો તો એનું કામ કર્યા જ કરે છે. બૌદ્ધ મીમાંસા કહે છે કે ઈચ્છાશક્તિ, તૃષ્ણા, જિજીવિષા, ભવત્ (Becoming) ની પ્રક્રિયા એક પ્રબળ શક્તિ છે. જે અખિલ અસ્તિત્વને ગતિ આપે છે. એ પ્રચંડ શક્તિ મૃત્યુ પછી જુદા સ્વરૂપે જારી રહે છે. એ પુનર્જન્મનું કારણભૂત થાય છે. જે નિયમથી આ જીવન ચાલે છે તે જ નિયમથી મૃત્યુ પછીનું જીવન ચાલે છે . બંનેમાં પ્રક્રિયા એક જ છે. ૬૦ વર્ષનો વૃદ્ધ ૫૦ વર્ષ પહેલાંના બાળક જેવો નથી, છતાં તે એનાથી જુદી વ્યક્તિ પણ નથી. તે જ રીતે અહીં જે માણસ મરે છે અને બીજી જગ્યાએ જન્મે છે, તે, તે જ માણસ નથી, તેમ જુદો માણસ પણ નથી. જ્યાં સુધી આ સાતત્ય, સંસારને ટકાવનાર તૃષ્ણા જિજીવિષા અને પૂર્વપ્રેરણાઓ (Pre-dispositions) છે, ત્યાં સુધી સંસાર ચાલુ રહેશે. જ્ઞાનકર્મથી એ બધાનું ઉન્મેલન થાય, તો માનવી નિર્વાણને પ્રાપ્ત કરી શકે. પુનર્જન્મ ઉત્પન્ન કરનાર બીજ જ જો ભસ્મ થઈ જાય, તો શેષ શું રહે?
બૌદ્ધ ગ્રંથોમાં ગોધિક, સત્યદાસ, વકલી અને સિંહાના આત્મવિલોપનના દષ્ટાંતો જોવા મળે છે. અને એ વિશેષ મહત્વના છે, કારણ કે પુનર્જન્મ પામવાના એક માત્ર હેતુથી કરેલા આત્મવિલોપનને બૌદ્ધ માન્યતા સમર્થન આપે છે, તે આનાથી ફલિત થાય છે. (એન્સાયકલોપેડીયા, રીલીજીઅન એન્ડ એથીકસ. (Vol. XII, P. 34) તિબેટનાં બૌદ્ધશાસ્ત્રમાં ‘જીવંત બુદ્ધ એક એવી વ્યક્તિ હોય છે, કે જે મૃત્યુ પછી મોક્ષે જાય છે, પરંતુ અન્યોને મદદ કરવા માટે વારંવાર પુનર્જન્મ લેવાનું પસંદ કરે છે. તાજેતરમાં એક આઠ વર્ષનો બાળક “જીવંત બુદ્ધ' બન્યો છે. એની પસંદગી જીવંત બુદ્ધનાં ૧૭ માં પુનર્જન્મ તરીકે કરવામાં આવી છે. ચીનની સામ્યવાદી સરકારે પ્રથમવાર “જીવંત બુદ્ધને માન્યતા આપી છે. લ્હાસાથી દૂર એક મઠમાં ૨૭ મી જૂન ૧૯૯૨ નાં એની પસંદગી કરવામાં આવી હતી.
જીવનાં પૂર્વભવનાં અસ્તિત્વમાં કરેલાં પાપ-પુણ્ય ભાવ (શુભ-અશુભ) જ વર્તમાનની જીવદશા નિશ્ચિત કરે છે. (બુદ્ધિઝમ, પં. શિઓ નેરીન, પ્ર. ૩૨)
બૌદ્ધ પરંપરાના લામા ગુરુઓએ તિબેટી યોગમાં મૃત્યુની ક્ષણ, મૃત્યુ પામવાની કળા, મૃત્યુ પછીની અવસ્થા, અને Yogic Art of choosing a womb, Bardo of Rebirth [all (que 241 522 . (Tibetan Yoga and
૧૮
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org