________________
ઉપર ખાસ ભાર આપી ચાર આર્યસત્યોને પોતાની આગવી શોધ બતાવી છે. (૧) દુ:ખ. (૨) તેનું કારણ તૃષ્ણા (૩) નિર્વાણ અને (૪) એનો ઉપાય એટલે અષ્ટાંગિક માર્ગ. એજ ચાર આર્યસત્યો જૈન પરિભાષામાં બંધ, આમ્રવ, મોક્ષ અને સંવર છે. જ્યારે ન્યાયવૈશેષિક પરિભાષામાં સંસાર, અજ્ઞાન, અપવર્ગ અને તત્વજ્ઞાન છે. તેમજ સાંખ્યયોગ પરિભાષામાં સંસાર, અવિવેક, મોક્ષ , અને વિવેક છે. બધા જ બ્રાહ્મણ - શ્રમણ દર્શનો મુખ્ય વસ્તુમાં એકમત થઈ જતા હોવાથી શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે : નિશ્ચય સર્વ શાનીનો આવી અત્ર સમાય,
ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માંય. (આત્મ સિદ્ધિ ૧૧૮) આત્માનું શાશ્વત સ્વરૂપ ભવાંતરણનાં સિદ્ધાંતનો મૂળભૂત આધાર છે.
, પુનર્જન્મ અને જીવનું ક્ષેત્રમંતરાણ ધાર્મિક જીવનનો દઢ અને શક્તિશાળી 'આધારસ્તંભ છે.
યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામમાં અંતિમ ક્રિયામાં દફન વિધિ હોય છે. જ્યાં દફન વિધિ હોય છે, ત્યાં પુનર્જન્મની માન્યતા નથી હોતી. ફરી દેહ ધારણ કરવાનો હોતો નથી.
જરથુષ્ટ્ર, યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મપરંપરામાં કર્મની ગતિ સીધી રેખામાં Lineal કે Linear હોય છે. હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મપરંપરામાં કર્મની
ગતિ વર્તુળાકારે -circular હોય છે. વર્તુળનો આદિ કે અંત શોધી શકાતો નથી. . જરથુષ્ટ્રપંથીઓ માને છે કે આખરી સમયે સોશચોસ-મસીહ પૃથ્વી પર
આવશે. ધરતી પર પીગળેલી ધાતુનો લાવારસ પથરાઈ જશે. દુષ્ટો અને દુષ્ટોનાં દુકૃત્યો એમાં હોમાઈ જશે. પવિત્ર માણસો ચંદનની શીતલતા પામશે. પછી નવી પૃથ્વી અને નવા સ્વર્ગ પર શાશ્વત શાંતિ પથરાશે. આવું બનશે ત્યારે મોટેરાંઓ કાયમને માટે ૪૦ ની વયનાં અને બાળકો પંદર વર્ષની વયનાં હશે.
યહૂદી પંથીઓ પણ મસીહાની પ્રતીક્ષા કરે છે. યહૂદી પરંપરા માને છે કે માનવજાતની શરૂઆત ઈડનના બગીચામાં થઈ, જ્યાં વસનારાઓનું સ્વર્ગ હતું. બધા પૂર્ણ હતા. અંતે ફરી ઈડનના બગીચામાં બધા એકત્ર મળશે. પૂર્ણતા પ્રાપ્ત કરશે. સમગ્ર પૃથ્વી પર ઈઝરાયેલનું શાસન હશે. શાંતિ અને સમૃદ્ધિ હશે. દ્રાક્ષનાં વેલાઓ પર હજારો ઝુમખાંઓ હશે.
યહૂદી પરંપરા સગુણ, સવિચાર અને સદાચારની ભાવનાને પુષ્ટિ આપે છે, તેમજ પરલોકમાં માન્યતા ધરાવે છે. , ખ્રિસ્તી પરંપરામાં Day of Judgement કે Last Judgment કે Doom's
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org