________________
આ એક આગવી પરંપરા છે. જેમાં અંત્યેષ્ટિ ક્રિયામાં નથી દફનવિધિ, કે નથી અગ્નિસંસ્કાર; પણ ધાર્મિક વિધિઓ પછી મૃતદેહને ‘દોખમા’ માં મૂકી દેવામાં આવે છે. કોઈ સ્વજનો પણ ત્યાં સુધી જઈ શકતાં નથી.'
આ પરંપરામાં શાશ્વત, સનાતન આત્માની માન્યતા તો છે જ.
મૃત્યુ પછી પ્રથમ દિવસથી પ્રાર્થના અથવા ગાથાનું રટણ બે દિવસ ચાલે છે. ત્રીજા દિવસે ઉઠમણું અને સાથે પ્રાર્થના હોય છે. ચોથે દિવસે ચહારમની પ્રાર્થના હોય છે. મૃત્યુ પછીની ગતિમાં આત્મા સુખરૂપ રહે; શાંતિ પામે, તે માટે ચાર દિવસની ક્રિયાઓ પ્રાર્થનાયુક્ત હોય છે, અને અત્યંત મહત્વની છે. છેલ્લે દિવસે માત્ર કુટુંબીઓ પૂરતું ભોજન હોય છે. આ ચાર દિવસની વિધિ પાછળની સંકલ્પના એવી છે, કે જીવાત્માનો આ સૃષ્ટિ સાથેના સંબંધ દેહમૃત્યુ પછી પણ ચાર દિવસ સુધી રહે છે. ચોથા દિવસે આ સંબંધનો વિચ્છેદ થઈ જાય છે. દુન્યવી સંબંધો પૂરા થાય છે.
ગતિ કરતાં આત્માને પવિત્ર ઝરણા Blissful stream પરનાં ચિનવદ કે પૂલ પરથી પસાર થવાનું હોય છે. આત્મા શાંતિથી સુખરૂપ એ પૂલ પરથી પસાર થઈ શકે, તે માટે નળિયા જેવું ધરાવવાની વિધિ હોય છે અને આત્માની સુખરૂપ યાત્રા અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે, આત્માને સુખરૂપ ભાવપૂર્વક વિદાય આપવામાં આવે છે. સ્વજનો, - સંગાઓ પ્રાર્થના કરતાં રહે, તો આત્મા રખડતો ન રહે, અને એની અધોગતિ ન થાય. - ત્યારબાદ દર વષીએ - દર પુણ્યતિથિએ વિધિવત્ પ્રાર્થના થાય છે, જેમાં એવી ભાવનાઓ થાય છે કે અમે પ્રવેશી આત્માઓને અને તમને યાદ કરીએ છીએ. આવીને મળીએ છીએ, આપ જમીને ખુશી થઈને જાવ. અમારા આશીર્વાદ Blessing આપની સાથે છે.
દોજખમાંથી બેહસ્તિ તરફ ગતિ થાય, એવી શુભ પ્રાર્થના કરવામાં આવે છે.
બેહસ્તિ અથવા સ્વર્ગમાં આત્મા મુક્ત અનંત અને અક્ષય આનંદની અવસ્થામાં રહી સુખ પામે છે.
કોઈ આત્માને ફરી દેહ ધારણ કરવો પડતો નથી. પુનર્જન્મની સંકલ્પના આ વિચારધારામાં નથી. પરંતુ હવે ઘણા વિદ્વાનો - આ પરંપરાના નિષ્ણાતોસ્કોલરો પુનર્જન્મના સિદ્ધાંતમાં માન્યતા ધરાવે છે. - આત્માની સદ્ગતિ અર્થે બારમા કે તેરમાની વિધિ, ભોજન, વર્ષ શ્રાદ્ધ, તર્પણ વગેરે વૈદિક પરંપરાની વિધિઓ અને જરથોસ્ત્ર પરંપરાનું સામ સ્પષ્ટ છે. વૈદિક પરંપરા અનુસાર બાર દિવસ આત્મા આ સૃષ્ટિ પર જ રહે છે. પછીની વિધિઓ વિદાયની વિધિઓ છે. જરથુષ્ટ્ર પરંપરા અનુસાર ચાર દિવસ સુધી જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org