________________
આત્મા આ સુષ્ટિ સાથે જોડાયેલાં રહે છે. પછી વિધિવત્ વિદાય સાથે શુભકામના કરવામાં આવે છે.
કર્મવાદ-પુનર્જન્મની આવશ્યક સંરચના કર્મના સિદ્ધાંતના સંદર્ભમાં પુનર્જન્મનો નિર્દેશ કરતાં જર્મન વિદ્વાન . મેકસ મૂલરે લખ્યું છે:
“એ તો નિશ્ચિત છે કે કર્મના સિદ્ધાંતનો પ્રભાવ માનવજીવન પર બેહદ પડ્યો છે. જો માનવી એ જાણે કે વર્તમાન જીવનમાં કોઈ જાતનો અપરાધ કર્યા વગર પણ મારે જે કંઈ દુ:ખ વેઠવું પડે છે, એ મારા પૂર્વ જન્મના કર્મનું જ ફળ છે, તે એ જૂનું દેવું ચૂકવનાર માનવીની જેમ શાંતપણે એ સંકટને સહન કરી લેશે અને સાથે સાથે જો એ માનવી એટલું પણ જાણતો હોય કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકતે કરી શકાય છે, તથા એથી જ ભવિષ્યને માટે ધર્મની મૂડી ભેગી કરી શકાય છે, તો એને ભલાઈને માર્ગે ચાલવાની પ્રેરણા આપોઆપ જ મળી જવાની. ધર્મશાસ્ત્રનો આ સિદ્ધાંત અને ભૌતિકશાસ્ત્રનો બલસંરક્ષણ સંબંધી સિદ્ધાંત એ બંને એક સરખાં છે. બંને સિદ્ધાંતોનો સાર એટલો જ છે કે કોઈનો પણ નાશ નથી થતો. કોઈ પણ ધર્મશિક્ષણના અસ્તિત્વ વિશે ગમે તેટલી શંકા કેમ ન હોય, પણ એટલું તો સુનિશ્ચિત છે કે કર્મનો સિદ્ધાંત સૌથી વધારે સ્થાનોમાં સ્વીકારમાં આવ્યો છે. એનાથી લાખો માનવીઓનાં કષ્ટો ઓછાં થયા છે અને એ જ સિદ્ધાંતને લીધે માનવીને વર્તમાન સંકટ સહન કરવાની શકિત પેદા કરવાનું તથા ભવિષ્યનું જીવન સુધારવાનું ઉત્તેજન મળતું રહ્યું છે”
કર્મ અંગે જે કંઈ કહેવામાં, લખવામાં આવ્યું છે તેની સંગતિ ત્યારે જ થઈ શકે છે, કે જ્યારે આત્માને જડથી જૂદ તત્વ માનવામાં આવે. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જે પ્રમાણોથી જાણી શકાય છે એમાં એક છે : પુનર્જન્મ. વર્તમાન શરીર પછી આત્માનું અસ્તિત્વ માનવામાં ન આવે તો, ઘણા પ્રશ્નો વાણ ઉકેલ્યાં રહી જવા પામે છે.
એવું જોવામાં આવતું હોય છે, કે જેઓ આ જન્મમાં પ્રામાણિક જીવન વીતાવે છે તેઓ રહે છે દરિદ્ર; અને એવા માણસો પણ જોવામાં આવે છે. કે જેઓ ન્યાય, નીતિ કે ધર્મનું લેશમાત્ર પણ પાલન કરતાં નથી છતાં બધી રીતે સુખી હોય છે. એવા પણ કિસ્સા બને છે, કે જેમાં ગુન્હો એક કરે છે અને એની સજા કે ફળ અન્યને ભોગવવાં પડે છે. ખૂન એક કરે છે ને ફાંસીએ
જન્મ પુનર્જન્મ
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org