________________
બીજે ચડે છે. આ ઉપરથી એ વિચાર કરવો જોઈએ કે જેમને પોતાના સારા કે ખરાબ કૃત્યનો બદલો આ જન્મમાં નથી મળતો, એમનું કૃત્ય શું એમ જ નિષ્ફળ જવાનું? આવી બધી બાબતોને ધ્યાનમાં લેતાં એમ માનવું અનિવાર્ય થઈ પડે છે કે ચેતન એક સ્વતંત્ર તત્ત્વ છે અને એ જાણતાં કે અજાણતાં જે કંઈ કર્મ કરે છે, એનું ફળ ભોગવવું જ પડે છે, અને એ માટે પુનર્જન્મના ચક્રમાં ફરવું પડે છે.
પુનર્જન્મનો સ્વીકાર આત્માના સ્વતંત્ર અસ્તિત્વને માનવાનો પ્રબળ પુરાવો છે. આ સિદ્ધાંતનો ફલિતાર્થ એ છે, કે જીવન માત્ર વર્તમાન જન્મમાં પૂરું થતું નથી. એ તો પહેલાં પાગ હતું, અને આગળ પણ ચાલવાનું. એવું એક પણ સ્થૂલ કે સૂક્ષ્મ, માનસિક, વાચિક કે કાયિક કર્મ નથી, જે આ જન્મમાં કે પર જન્મમાં પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય વિલય પામે.
કર્મવાદીની દષ્ટિ દીર્ઘ છે, ત્રણ કાળને સ્પર્શે છે. ચાર્વાકની દષ્ટિ સીમિત છે. તે માત્ર વર્તમાનને સ્પર્શે છે. કર્મવાદની દીર્ધદષ્ટિમાંથી ફલિત થતી વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક કે વૈશ્વિક જવાબદારીઓ અને બંધનમાં મોટો ફેર પડી જાય છે. એ બંને દષ્ટિઓનો તફાવત અહીં વિસ્તારથી જોઈએ:
કર્મના ફળ કે પુનર્જન્મને ન માનનાર પક્ષ માટે જીવનમાં કામ” (ભોગ) અને તેના સાધનરૂપ “અર્થ” (ધન) સિવાય બીજા કોઈ પુરુષાર્થનું સ્થાન નથી. જરૂર નથી. બીજો એક વર્ગ એવો હતો કે જે મરણ પછી જન્માંતર છે એમ માનતો હતો, અને પુનર્જન્મની માન્યતાને આધારે કર્મતત્ત્વનો સ્વીકાર કરતો હતો. આવા કર્મવાદીઓના પણ મુખ્ય બે પક્ષ છે. એક પક્ષ જન્માંતરમાં શુભ ફળ અને તેના સાધનરૂપે ધર્મનું પ્રતિપાદન કરતો હતો. તેમના માટે અર્થ અને કામ ઉપરાંત ધર્મ પણ માનવીના પુરુષાર્થનું ક્ષેત્ર હતું, એની દષ્ટિમાં ‘મોક્ષનું સ્થાન ન હતું. એના મતે પાપ - પુણ્ય જન્મ-પુનર્જન્મનું ચક્ર ચાલતું જ રહે છે, એને ઉચ્છેદ શક્ય નથી. એ પક્ષ શિષ્ટ અને વિહિત આચરણ કરવા પર ભાર મૂકતો. નિંદ્ય અને નિષિદ્ધ આચરણથી અધર્મ અને તેના પરિણામે પાપ થતું હોવાથી ભવિષ્યમાં તેનું ફળ દુ:ખરૂપે મળે, માટે તેનાથી બચવાનું કહેતો. આમ આ પક્ષ સામાજિક સુવ્યવસ્થા અને સુખશાંતિ તરફ ધ્યાન આપતો. વૈદિક કર્મકાંડો, મીમાંસક દર્શન વગેરે પ્રવાહો આ પ્રકારના હતા. - કર્મવાદીઓનો બીજો પક્ષ એમ માનતો હતો કે પુનર્જન્મનું કારણ કર્મ
છે. વિહિત આચરણ કરવાથી ધર્મ થાય છે અને તેથી સ્વર્ગ મળે છે એ સાચું, પણ એ ધર્મ પણ અધર્મની જેમ સર્વથા હેય (ત્યાજ્ય) છે. એક અન્ય દિશા પણ છે, ચોથો પુરુષાર્થ છે-મોક્ષ. માનવી કર્મથી અને જન્મ-મરણથી મુક્ત જન્મ પુનર્જન્મ
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org