________________
અવતાર સુલભ છે, એમ લાગવાનો સંભવ છે, માત્ર મનુષ્યવસ્તીની જ દૃષ્ટિએ વિચાર કરીએ તો; પરંતુ સમગ્ર સૃષ્ટિની તમામ જીવસૃષ્ટિ, જીવરાશિને લક્ષમાં લઈએ તો મનુષ્યભવની દુર્લભતા સમજાશે. ડૉ. રમણભાઈ શાહે લખ્યું છે કે એ સમજવા માટે પુનર્જન્મના - જન્મ જન્માંતરના (Rebirth) સિદ્ધાંતમા શ્રદ્ધા જોઈશે.
-
જૈનશાસ્ત્ર અનુસાર જીવોની ચાર પ્રકારની ગતિ સંભવી શકે છે. (૧) મનુષ્ય (૨) તિર્યંચ (૩) દેવતા અને (૪) નારકી. આ ચાર પ્રકારની ગતિમાં કેટલા જીવો છે, તે દર્શાવવા પ્રત્યેક ગતિની બાબતમાં ગણિતની સંજ્ઞા આપવામાં આવી છે જે અનુસાર મનુષ્યની વસતી ‘સંખ્યાતા' છે. દેવતા અને નારકીના જીવો ‘અસંખ્યાતા’ છે અને તિર્યંચ ગતિના જીવો અનંત છે - અનંતાનંત છે.
જૈનસિદ્ધાંત અનુસાર ચાર ગતિનાં જીવો જ્યાંસુધી પાંચમી ગતિ - અર્થાત્ મોક્ષગતિ નથી પામતા, ત્યાંસુધી એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એ પરિભ્રમણના પણ ચોકકસ નિયમો છે.
૧. દેવગતિનો જીવ આયુષ્ય પૂર્ણ કરી ને ફરી દેવતિમાં ઉત્પન્ન થઈ શકતો નથી, તેવી જ રીતે એ જીવ દેવગતિમાંથી સીધો નકગતિમાં ઉત્પન્ન થઈ શકતો નથી. દેવગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે.
૨. નરકગતિનો જીવ આયુષ્ય પૂર્ણ કરીને તરત નરકિતમાં ફરીથી ઉત્પન્ન થઇ શકતો નથી. તેમજ તેઓ નરકગતિમાંથી સીધા દેવગતિમાં પગ ઉત્પન્ન થઈ શકતાં નથી. નરકગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યગતિ કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે.
દેવ તરત દેવમાં ન જાય, નારકી તરત નારકીમાં ન જાય.
૩. તિર્યંચગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્યગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. તિર્યંચગતિનાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવો દેવગતિમાં કે નરકગતિમાં જઈ શકે છે. પરંતુ તિર્યંચગતિનાં જીવો સીઘી મોક્ષગતિ પામી શકતા નથી.
૪. મનુષ્યગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી મનુષ્યજન્મ પ્રાપ્ત કરી શકે · છે. અથવા તિર્યંચગતિ, અથવા દેવગતિ, અથવા નરકગતિમાં ઉત્પન્ન થઈ
શકે છે.
મનુષ્યજન્મ એ એક જ એવી ગતિ છે, જ્યાંથી મોક્ષગતિ પ્રાપ્ત થઈ
શકે છે.
તિર્યંચગતિના જીવો ફરીથી તિર્યંચગતિમાં અનુક્રમે સતત અનેકવાર
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૧૩૨
www.jainelibrary.org