________________
પુરુષાર્થને પાછો પાડવો નહિં.
ભૂતકાળમાં જે સારૂં - નરસું બન્યું, તેને સાથે રાખીએ, પણ તેમાં પૂરાઈ જવાનું બરાબર નથી, માણસને પોતાનો ભૂતકાળ ઓછો પડે છે, ત્યારે વળી છાયાશાસ્ત્રીઓના મુખે પૂર્વજન્મની રંગીન દાસ્તાન સાંભળવા બેસી જાય છે! કોનો જન્મ, કયો જન્મ અને કેટલામોં જન્મે ?
કશું ક્યારે ભૂલાતું નથી, નષ્ટ થતું નથી, છતાં મનની જાગૃતિ-તટ પર પણ હોતું નથી, એ રીતે વિસ્મૃતિની ક્ષમતા માનવીને વરાદાનરૂપે છે. વયસ્ક માનવીને માત્ર વર્તમાન જીવનની સ્મૃતિઓ સપાટી પર આવી જાય, તો પણ માણસ એના બોજથી બેવડ વળી જાય. તો પછી પૂર્વજન્મ કે એથી પૂર્વના જન્મોજન્મની જે સ્મૃતિ થાય, તો સમદષ્ટિ અને સ્થિરબુદ્ધિ ન હોય, તો અસહ્ય થઇ પડે. સામાન્યત: પ્રયત્નપૂર્વક એવા પ્રયોગોમાં પડવુ ઉચિત નથી હોતું. ભૂતકાળ ગમે તેવો સુંદર હોય, છતાં તે ફિક્કોજ ભાસવાનો. અને ભવિષ્યનું આકાશ વધારે સોહામણું ભાસે છે.
જન્મ અને મૃત્યુ બન્ને વેદીજ લેવાના છે, બધું જ ખીલે છે, પાકે છે. જે ફુલે છે તે ફળે છે, અને છેવટે ખરી પડી ધૂળમાં મળે છે. છતાં બદલાતી અનેકાનેક અવસ્થાઓની આરપાર એક તાર છે,- જીવનનું કોઈ બીજ છે, આત્માનું કોઇક બિંદુ છે, જે ફરીફરીને મરીમટીને જીવતું થાય છે. એક અપેક્ષાએ હંમેશ જીવતું ન ભાસે, છતા કદી મરતું નથી.
આ વિશ્વ પર એક ગાંઠ કે ગુમડું બની વળગી ન રહીએ. સંજોગો સાથે નકામાં ઝઘડા પણ ન કરીએ. પ્રકૃતિની સાથે, ઈશ્વરની સાથે હળીમળીને જીવીએ. ઈશ્વરના સંપર્કમાં રહીએ. અંદર રહેલી દિવ્યતાની સાથે સહયોગથી જીવીએ અને તેનું ગૌરવ જાળવીએ, એ જરૂરી છે.
દુર્લભ મનુષ્યભવ
દુરપળે માનવપ્રાણીની વસ્તી આ પૃથ્વી પર વધતી જ રહે છે. સમય જતાં આ પૃથ્વી માનવીના વસવાટ માટે નાની પણ પડે. અડધી સદી પહેલાં બે અબજની માનવવસ્તી આજે છ અબજ પર પહોંચી છે; અને બીજા પચાસેક વર્ષમાં દસથી પંદર અબજ સુધી પહોંચી જશે, એવું અનુમાન થાય છે.
તો પછી મનુષ્યભવ દુર્લભ કેમ કહી શકાય ? ઉપરછલ્લી રીતે જોતાં મનુષ્ય
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૧૩૧
www.jainelibrary.org