________________
મેં ‘એનો’ ચહેરો જોયો નથી, એનો ધ્વનિ પણ સાંભળ્યો નથી, મારા ઘર પાસેથી પસાર થતાં ‘એના’ હળવાં પગલાંનો અવાજ પધ્વનિ માત્ર સાંભળ્યો છે.
મેં જીવનભર તને મારાં ગીતો વડે જ શોધ્યો. મારો અવાજ જ્યારે મૃત્યુમાં વિરમી જશે, ત્યારે મારાં ગીતો તમારા હૃદયનાં ધબકારમાં ગુંજશે.
ટાગોરે Twilight ની ગોધુલિ વેળાની, ગોરજ - આરતી ઝાલર સધ્યા સમયની, દિવસ અને રાતનાં સંધિકાળની પવિત્ર ક્ષણની વાત કહી. જીવન અને મૃત્યુના સંધિકાળની નિશ્ચંત ક્ષણને, એનાં સંગમને Holy Confluence of Life and Death કહી વધાવી.
ટાગોરને તો મૃત્યુ સાથે ભાઈબંધી હતી, ભાઈબંધને તો બે હાથ ફેલાવી ભેટી શકાય. કાકા કાલેલકરે મૃત્યુને પરમસખા કહી નવાજ્યા.
વિશ્વતિવએ મૃત્યુને સામે જોયું ત્યારે જ કવિતા સ્ફુરી આવી. ‘શ્રિય છલનામિય’ કાવ્ય રચવાના આનંદમાં જીવમાત્રને ડરાવતો મૃત્યુનો ભય ઓગળી ગયો. ટાગોરના અનેક ‘મૃત્યુગાન' મૃત્યુને પણ યાદ તો આવ્યાં જ હશે ! ટાગોર તો જીવનથી જ અભિભૂત હતા ઈશ્વરને પૂછતા ‘What divine
drink wouldst thou have, my God, from the overflowing cup of my
life? મૃત્યુ નથી અનિષ્ટ, નથી ડરામણું. મરણની બીફ અને જીવવાની હોંશ, એ સાચી રીતે તો મરણોત્તર સ્થિતિ અંગેના આપણા અજ્ઞાનને કારણે છે. પુનર્જન્મની બાબતમાં આપણી શ્રદ્ધાની આ કસોટી છે.
જીવનની હરેક અવસ્થા પવિત્ર છે, સૌંદર્યમય છે. મૃત્યુ એ માત્ર છેલ્લી ક્ષણની ઘટના નથી, પણ સમયગાળાની ઘટના છે. જીવનનો જ હિસ્સો છે. જીવનની જ એક અવસ્થા છે.
જીવનસંગીતિમાં છેલ્લા ટંકાર પછી પણ જે ગુંજ અંતિમ સૂરની લય રહી જાય, તે મૃત્યુની છેલ્લી એ ગુંમાંથી જે નવી સિમ્ફની ઉદ્ભવે. એ ગુંજ નવાં બહેતર જન્મને નિર્માણ કરે, અથવા મુક્તિ અપાવે.
When the music stops, the melody lingers on...
મૃત્યુ યોગથી ધવું જોઈએ, રોગથી નહિં. માનવીએ યોગારૂઢ થઈ મૃત્યુને સામી છાતીએ બાહુ ફેલાવી ભેટવું જોઈએ. નહિં તો બહુધા પીઠપર સવાર થયેલી ભૂતકાળની અતૃપ્ત વાસનાઓ મૃત્યુને મુશ્કેલે બનાવી દે છે.
યાજ્ઞવલ્કય જ્યારે ગૃહત્યાગ કરતી વખતે બન્ને પત્નીઓને બધી સંપત્તિ આપવા તૈયાર થયા, ત્યારે મૈત્રેયીએ પૂછ્યું : ''યનો હૈં નામૂતા સ્થાન વિમાઁ તેન ર્યાન્ ! જેનાથી હું અમૃત ન થાઉં, તે લઈને હું શું કરું ?’’
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૧૪૪
www.jainelibrary.org