________________
છે, તેમ કર્મગ્રંથ-કે કર્મસિદ્ધાંતના પરિશીલનથી કાર્યણ અણુઓનું સામર્થ્ય સમજાય, અને વિશ્વ વ્યવસ્થાનો મહાનિયમ - વાવો તેવું લણો - કે કરો તેવું પામો સમજાય. સદંતર મૌન અવસ્થામાં કે ગુફામાં સાધના કરતાં પણ એક વિચાર સુદ્ધાં કરીએ, તોયે એનું ફળ અચૂક મળવાનું - એ સનાતન નિયમમાં વિશ્વાસ દઢ થાય. સારી કે નરસી છૂપી ઉર્મિ, આવેગ, કષાય અચૂક પરિણામ લાવે છે. આવી શ્રદ્ધા સ્થિર થયા પછી માણસ પાપવૃત્તિમાં લીન થઈ શકે ખરો ? પોતાનાં સુખદુ:ખ, યશ-અપયશ, શક્તિ, સમૃદ્ધિ, કે કષ્ટ, વેદના, રુગ્ણાવસ્થા તમામ પોતાના જ કર્મનાં ક્ષય કે ક્ષયોપશમ કે ઉદય અનુસાર છે, એમાં બીજા તો નિમિત્તમાત્ર છે, એવી સમજણ પ્રગટે, તો કષાયની ઉપશાંતિ સરળ બને, કશું મળ્યું ન મળ્યું તેનો મદ કે ખેદ ન થાય, અને આ બધી પુણ્ય- પાપની લીલા છે, એવી સભાનતા પ્રગટે, તો સમત્વ જાળવવું સુલભ બને.
આમ કર્મવિષયક સૂત્રોના જ્ઞાનથી વર્તમાન સ્થિતિમા ગર્વ કે દીનતા ન .થતાં તેને પ્રસન્નતાથી વધાવી લેવાનું ધર્ય મળે, બીજાના દોષો પ્રત્યે, - મજબુરીઓ પ્રત્યે સહાનુભુતિભરી લાગણી જાગે, સુખી-ગુણી આત્માઓ પ્રત્યે ઈર્ષ્યા-મત્સર ન થાય, અને અધમ જીવો પ્રત્યે ઘૃણા ન જન્મે. આવો માનસિક અભિગમ સાધ્ય થાય, તો તે નાની સૂની સિદ્ધિ નથી. કર્મસિદ્ધાંતમાં અટલ શ્રદ્ધા ઘણી વિટંબણાઓ. વિષમતાઓનું નિરાકરણ લાવી દે છે. ચિત્તની નિર્મળતા અને સમદષ્ટિને જ્ઞાનનો માપદંડ કહી શકાય. જ્ઞાન વિના શ્રદ્ધા ન પ્રગટે, શ્રદ્ધા વિના અનુરૂપ આચરણ ન થાય.
દેહ છોડીને જનારા જીવાત્મા સાવ કોરાકટ નથી જતાં. એ જાય, ત્યારે જેમ વાયુ પુષ્પની સુગન્ધને સાથે લઈ જાય તેમ વાસનાઓ, વૃત્તિઓ, સૂક્ષ્મ સંસ્કારો લેતા જાય છે. વાયુ ગંધને લઈ જાય તેમ (વાયુર્ગન્ધાનિવાશયાત્). સૂત્રકારે આ શબ્દોમાં મૃત્યુનું રહસ્ય પ્રગટ કર્યું છે. શરીર મરે છે, પણ કર્મો મરતાં નથી. શરીરના મૃત્યુ સાથે, માત્ર માટી માટીમાં મળે છે. પરંતુ માનવીનું સૂક્ષ્મ અસ્તિત્વ તો કાયમ જ રહે છે. અર્થાત આત્માને વળગેલા કોષમાં જીવનભર પ્રાપ્ત કરેલાં સારા નરસાં સંસ્કારો જન્માંતર (Transmigration) ની પ્રક્રિયા કે યાત્રા દરમ્યાન સાથે જ રહે છે. પુનર્જન્મની માન્યતાનાં મૂળમાં, અને જીવનની સદ્ગતિ, દુર્ગતિ ના મૂળમાં, જીવાત્મા સાથે જનારા સૂક્ષ્મ સંસ્કારો રહેલાં છે. જીવ ફરી દેહ ધારણ કરે એટલે ફરીથી પાંચ જ્ઞાનેંદ્રિયો - ક્ષોત્રં ચતુ: સ્પર્શનં ચ રસનું પ્રાણમેવ ચ, ધારા વિષયોનું સેવન શરૂ થાય છે અને પરિવર્તનનો ખેલ ચાલુ રહે છે. (ગુણવંત શાહ)
મૃત્યુ પરિવર્તનનો ઉત્સવ છે. અસ્તિત્વની પરિસમાપ્તિ નથી. બુદ્ધ કહેતા ‘‘આપણુ નિર્વાણ આપણા હાથમાં છે. તેમાં કોઈની કૃપાની
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
:
૨૯
www.jainelibrary.org