________________
તમિળના સંત તિરૂવલ્લુવર’ જેમણે તમિળ વેદ' તરીકે પ્રતિષ્ઠિત તિરૂકુરલ’ ની રચના કરી હતી અને જેઓ જૈન હતા એમ કહેવાય છે, એમણે લખ્યું છે :
જે ક્ષણે આસકિતનો લોપ થાય છે તે જ ક્ષણે જન્મ - મરણનું ચક્ર થંભી જાય છે. જે આસકિતમાં રહે છે, એ આ ફેરામાં ફરતો જ રહે છે' (ઋચા ૩૪૮).
“જન્મ - મરણના ફેરાનો અંત લાવવાનું નકકી કર્યું હોય, તેમના માટે ‘દેહ પણ ભારરૂપ બની જાય છે. તો બીજા તો કેટલાં બંધનો છે (ઋચા ૩૪૫)
મૃત્યુ નિદ્રા જેવું છે. અને જીવન નિદ્રા પછીની જાગૃતિ જેવું છે. (ઋચા ૩૩૯).
શ્રીમદ્ રાજચંદ્ર કહેતાં : “દેહની જેટલી ચિંતા રાખે છે તેના કરતાં અનેકગણી આત્માની રાખ. કારણ એક ભવમાં અનેક ભવ ટાળવાં છે.” સાંખ્યયોગ : એટલે ધૂળની સીમા વટાવીને સૂક્ષ્મના પ્રદેશની આનંદયાત્રા. સાંખ્ય એટલે આત્માનું વિજ્ઞાન, સાંખ્ય શબ્દ મૂળ સંખ્યા' પરથી આવેલો છે. ‘સંખ્યા' ઉપરાંત એનો અર્થ થાય છે. ‘નિર્ણય'. રચયિતા આઘમુનિ કપિલ. એક મત પ્રમાણે સાંખ્ય’ એટલે ‘ગણતરી', 'ગપાળા'. સાંખ્ય (+ખ્યા) એટલે સમ્યફ રીતે કહેવું. વિજ્ઞાનભિક્ષુની વ્યાખ્યા પ્રમાણે સાંખ્ય એટલે સમ્યક વિવેકેન આત્મકથનમ્” સાંખ્યમાં ક્રમબદ્ધ વિચારણાનો મહિમા છે.
સાંખ્યસારિકામાં શંકરાચાર્ય કહે છે : 'શુદ્ધાત્મતત્વવિજ્ઞાન સાંખ્યમિત્યભિધીયતે” ટૂંકમાં સાંખ્ય એટલે પરિશુદ્ધ આત્મતત્વનું વિજ્ઞાન.
આત્માની અમરતાનું પ્રતિપાદન કરવા કૃષણ અર્જુનને સાંખ્યની આત્મતત્વની સમજ વિસ્તારથી આપે છે. પશ્ચિમના વિદ્વાન શ્રી રિચાર્ડ ગાર્નેએ ‘સાંખ્ય વિષે લખ્યું છે: In Kapil's Doctrine, for the first time in the history of the world, the complete Independence and freedom of the human mind, its full confidence in its own powers was exhibited. આ વિધાન જેન દર્શન વિષે પણ કરી શકાય. કારણ સાંખ્ય - યોગ માર્ગ તથા અહંત કે જિનમાર્ગ એક બીજા સાથે અદભુત સામ્ય ઘરાવે છે. દાર્શનિક રીતે જૈનદર્શન જગત નિયંતાની આવશ્યકતા જોતા નથી. કર્મ અને નિયમને સંસાર ચાલનનો આધાર ગણે છે. આત્માનું સ્વરૂપ શુભાશુમ કર્મ, કર્મ વિમોચનમાં પુરુષાર્થની અનિવાર્યતા અને અંતિમ લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ વગેરે સૈદ્ધાંતિક એકવાક્યતા દર્શાવે છે. યોગના મૂળ સમાને સાંખ્ય દર્શન કોઈ કાળે અહંત માર્ગ જૈન સિધ્ધાંતનો એક ભાગ હોવો જાઈએ. એવો અભિમત ૫. સુખલાલજી તથા
જન્મ પુનર્જન્મ
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org