________________
મુનિશ્રી નથમલજીએ દર્શાવ્યો છે. આત્માને અવિકારી કહ્યો છે. આ વિકારોનાં છ પ્રકાર છે. જન્મવું, હોવું, વધવું, પાકવું, ઘટવું અને મરવું. જાયતેસ્તિ વર્ધતેવપરિણમતે પક્ષીયતે વિનશ્યતિ.
આત્મા આ અર્થમાં અવિકારી છે. કારણકે વિકારની પૂર્વશરત છે, જન્મવું. જે જન્મથી પર અજ: હોય, તે જ મૃત્યથી પર હોઈ શકે. જે સનાતન હોય, તે જ પુરાતન હોઈ શકે. જે નિત્ય હોય, તે જ શાશ્વત હોઈ શકે.
આત્મા જૂનાં વસ્ત્રો છોડી નવાં ધારણ કરે છે. જીવન પહેલાંની સ્થિતિ અને પછીની અવસ્થા પણ અપ્રકટ છે. એ બે વચ્ચે જે વ્યક્તમધ્ય છે, તે કાયમી નથી. જે શરીર નાશવંત છે, મરણધર્મી છે, તેનો શોક શો ? આપણી દેહ બુદ્ધિ જ આપણને સતત સ્થૂળ સાથે જકડાયેલાં રાખે છે.
દેહનો સ્વભાવ જ વારંવાર આંટાફેરા મારવાનો ‘આગમાપાથિન:’ છે. આત્મતત્ત્વ તો સ્વભાવે જ નિર્વિકાર છે. જન્મમરણના ફેરામાંથી છૂટી જે પરમતિ કે પરમધામ પામે તે કોણ? મોક્ષ કોનો? વાસનાઓ નિર્મૂળ થાય અને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય, તે મોક્ષ. મોક્ષ આત્માની સહજ અવસ્થા છે. એ પામવા માટે મરવાની કે લોકાન્તરમાં જવાની કશી જરૂર નથી. એ તો અહિયાં પણ થાય, અત્યારે પગ થાય.
માણસ માત્રનું ગંતવ્ય તે આ પરમસિદ્ધિ, પરમસ્થાન, એ જ આપણું અસ્સલ ઘર. અખો જેને નિજધામ કહે છે.
મામુપેત્ય પુનર્જન્મ દુ:ખાલયમશાશ્વતમ્
નાખુવન્તિ મહાત્માન: સંસિદ્ધિ પરમાં ગતા: (અ.૮ ગા ૧૫) જે પામ્યા પછી બીજું કાંઈ પામવાનું રહેતું નથી, તે આ પરમ ગતિ:, મોક્ષ, મુક્તિ, નિર્વાણ કે બ્રહ્મનિર્વાણ. જે અશાશ્વત છે, દુ:ખનુ સ્થાન છે, તેનાથી છૂટવાની અને સાધનાની ચરમસિદ્ધિ છે; પરમગતિ અને પરમધામ. કાળનો આધાર માણસની વૃત્તિ પર છે. માણસ પોતાનો કાળ ફેરવી શકે છે. સાધના, તપ નિગ્રહ અને ઈશ્વરનો અનુગ્રહ મળે તો એક ક્ષણમાં નિત્યધામમાં જઈ શકે છે. ત્યાં કાળ ન હોવાથી તે જીવને જન્મ-મરણ નથી. મનના સંકલ્પ- વિકલ્પની ઉત્ત્પતિ. અને લય તે જ જીવના જન્મ-મરણ છે. સંકલ્પ બંધ થાય એટલે સૂક્ષ્મ જન્મ બંધ થાય. અને તેની સાથે સ્થૂળ જન્મ બંધ થાય. તેને માટે અંદર ભગવદ્ભાવ ઉત્ત્પન્ન કરવો જોઈએ.
આત્મા જ પરમાત્માસ્વરૂપ છે. સત્યની ખોજ એ જ પરમાત્માની ખોજ. સત્ય સ્વયં ધર્મ છે. એટલે સત્યનો કોઈ ધર્મ નથી, ન હોઈ શકે. સત્યનો કોઈ સંપ્રદાય નથી. જેમ પાણીનો કોઈ રંગ હોતો નથી, પરંતુ શરબતના ઘણા રંગ
૧૨૧
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org