________________
કવિના છેલ્લાં કાવ્યોમાં ભર્યાભર્યાપણાનો અને સંપૂર્ણતાનો પણ એક ભાવ રહેલો છે. જાણે એમણે જીવન અને જગત સાથે સમાધાન કરી લીધું ન હોય! જગતમાં દુ:ખ દારિદ્ર અને યાતના છે. અવયંભાવી મૃત્યુ છે, - જે જીવનનો પીછો પકડી રહ્યું છે. તેમ છતાં બધી અપૂર્ણતાવાળું આ જીવન કઈ નિરર્થક કે મૂલ્ય વગરનું નથી. અત્યંત મૂલ્યવાન છે. એ જીવને સુન્દર', 'મધુમયે પૃથિવીર ધૂલિ’ વગેરે કાવ્યોમાં મૃત્યુની ખીણની છાયામાં જીવનનાં વિજયનો જ ભાવ ભરેલો છે. ઉમર ખય્યામ એક રૂબાઈમાં એ જ મળભૂત પ્રશ્ન પૂછે છે :
જન્મો આહીં, પાગ ન સમજું કેમ? ને કયાંથી આવ્યો? ઈચ્છે કે ના, સરિત સમ હું આમથી તેમ વહેતો, ને પાછો હા! પવનસમ હું ઉડીને ક્યાં જવાનો?
જાણું ના તે: અકળ ઘટના! અર્થ શો આ બધાનો ?' , અન્ય રૂબાઈમાં કહે છે :
આવું પાણીસમ જીવ ધરી, જાઊં છું વાયુવેગે.' એક રૂબાઈમાં કહે છે: ‘ઉડયો હું તો જગત પરથી, સાત ધારો વટાવ્યાં, ને બેઠો હું શનિ, ગૃહ તારા રાજ સિંહાસને જ્યાં; ખોલ્યા ભેદો કઠણ બહું જે આજ સુધી ગાગાતા, તોય ના મેં કિસ્મત અને મૃત્યુના ભેદ જગ્યા.” - ઉમર ખય્યામે હું કોણ છું' નો પ્રશ્ન પૂછયો, પણ એનો ઉકેલ લાવવાની પળોજણમાં પડ્યા નહિ, એ રહસ્યમય જ રહ્યું. એક રૂબાઈમાં કહ્યું :
There was door to which I found no key; There was a veil through which I might not see.'
ચાવી કોઈ નવ જડી મને ધાર એ ખોલવાને; દેખાયો ત્યાં ઘૂંઘટ; પણ ના પાર જોઈ શકાયું. અને કહે છે : માટીમાંહે શરીર તણી આ માટી ભેગી થશે જયાં; સૂનાં થાશે મ, ગીતો અને ગાયકો - સર્વે સૂનાં!
એટલે માટીમાં માટી ભળી જતાં બધું શૂન્ય થઈ જાય છે. અને છેલ્લે ખાલી ખાલ ઉધો વાળી ‘તમામ સૂદ’ કહી રબાયત પૂરી કરી.
ઉમર ખય્યામને એના મરણના સમયની અગાઉથી ખબર પડી ગઈ હતી. ખયામ “ઈલાહીયાતે શફા” ગ્રંથ વાંચી રહ્યો હતો. વાંચતા વાંચતા ‘એક’ અને ‘અનેક' ની ચર્ચા પર પહોંચ્યો, ત્યારે એના પર એવી અસર થઈ, કે
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org