________________
જાય છે. એને કોઈ ઘર કે કાયમી સરનામું નથી હોતું. સંસારીનું કહેવાતું Permanent Address કેટલું કાયમી ?
યો યત્ર નિવસન્નાસે સ તત્ર કુરુતે રતિ;
યો યત્ર રમતે તસ્માદન્યત્ર સ ન ગચ્છતિ. અર્થાતુ : જે જ્યાં વાસ કરી રહે, ત્યાં તેની રુચિ થાય; જે જ્યાં રમણ કરી રહે, ત્યાંથી બીજે ન જાય.
પૂજા પાદસ્વામી - ઈબ્દોપદેશ ગા. ૪૩ જે મનુષ્ય જ્યાં રહે છે, તે સ્થાન પ્રત્યે તેને પ્રીતિ થઈ જાય છે, અને તેનું મન ત્યાં જ લાગી જાય છે. અને બીજે જવાની ઈચ્છા કરતો નથી.
એક ઝુંપડીમાં રહેતો માણસ પણ એને છોડવા ઈચ્છા કરતો નથી. વર્ષોથી એને ફાવી ગયું હોય છે. મમત્વ બંધાઈ જાય છે.
પરંતુ આ તમામ આવાસ રસ્તામાં ડેરા - તંબુ જેવાં ઘર છે, જ્યાંથી ઉચાળા ભરવાં જ પડે છે. એટલે જ કહ્યું છે કે, બેસીએ જોઈ તે ઉઠાડે ન કોઈ . કોઈ આપાગને રહેવા ઘર આપે અને શરત મૂકે કે જ્યારે પાણી કહે ત્યારે ખાલી કરી આપવું, તો આપણે રહેવા જઈએ ખરા? માણસ જ્યાં થાયી પાસે નિરાતે રહી શકે, તેવું ઘર પસંદ કરે છે.
ઉત્તરાધ્યયનમાં કહ્યું છે : 'જે પ્રવાસી મુસાફરી કરતાં મુકામે પહોંચવાને બદલે રસ્તામાં જ ઘર કરે છે તે નક્કી સંશયગ્રસ્ત કાર્ય કરે છે. જ્યાં જવું હોય. ત્યાજ શાશ્વત ઘર કરવું જોઈએ. (અ ૯ ગા. ર૬) બધાં જ આશ્રયસ્થાન ક્યારેક તો છોડવાં જ પડે છે. સંત તિરૂવલ્લુવરે સુંદર શબ્દોમાં કહ્યું છે :
આ દેહમાં આશ્રય લેવાની આત્મા શા માટે ઈરછા કરતો હશે? શું એને કોઈ
શાશ્વત નિવાસસ્થાન નહિં હોય ? (કુરળ, ઋચા ૩૪૦) પોતાના અસલ રથાનથી છૂટો પડેલો માણસ જ ભટકવામાં પડી જાય છે. આ છે જન્મજન્માંતરનો ભટકાવ, ભ્રમાણ. પાંતજલ યોગસૂત્રમાં કહ્યું છે : ‘સ્વરૂપે અવસ્થાન”
સંપૂર્ણ સ્વસ્થતા હોવા છતાં એક દિવસ અચાનક મૃત્યુના ભયે રમણ મહર્ષિને ઘેરી લીધા, માત્ર સત્તર વર્ષની વયે જ્યારે તેઓ હાઈસ્કૂલમાં ભણતાં હતાં. મૃત્યુએ જાણે પંજો ફેલાવ્યો. શબવત્ થઈ ગયાં. એમને લાગ્યું કે લોકો મડદાને ઉપાડી બાળી આવશે - રાખ થઈ જશે પરંતુ શું આ શરીરના મૃત્યુથી મારું મૃત્યુ થઈ જશે?' પ્રશ્ન ઉઠ્યો, જવાબ મળ્યો, “મારું શરીર જડ અને મૌન પડયું છે. હું નું સ્કૂરણ સાંભળી રહ્યો છું. માટે હું શરીરથી પર આત્મા જન્મ પુનર્જન્મ
૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org