________________
આપણે જાણીએ છીએ કે આ મૂળ પ્રશ્નનો ઉત્તર અચલ અને સનાતન છે, પણ એ સુધી પહોચતાં જુદે જુદે સમયે ઉત્તરો બદલાતાં રહે છે.
વિકાસયાત્રામાં આ એકદમ સુસંગત છે. ટાગોરની સુંદર પંકિતઓ છે :
બાબુ તારે કયા દેશે જવું છે? ઉભો ઉભો શું વિચારી લ્યો છે?
તારું આગમન કયાંથી થયું છે?” - આચારાંગને પ્રથમ પ્રશ્ન જ ટાગોરે પૂછયો છે, તુ કયાંથી આવ્યો છે? જે કયાંથી આવ્યો તેની સમજણ પડી જાય, તે કયાં જવું છે, એ તરત સ્પણ થઈ જાય. જે ગઈ કાલ હોય તે આવતી કાલ હોવી જ જોઈએ. “આજ તો મધ્યમાં છે. જન્મ પૂર્વે તમે ન હતા એવું તમે ખરેખર કહી શકશો? અને હવે ‘હું મૃત્યુ પામ્યો' એવું કહેવું, મૃત્યુ વેળાએ તમારા માટે શક્ય હશે?
હું નથી' એવું તમારા અનુભવથી તમારાથી કહી શકાતું નથી. હું છું એટલું જ તમે કહી શકો છો.
શરીરનો જ્ઞાતા જેમ જન્મ સમયે પ્રગટ થાય છે, તેમ તે મૃત્યુ વેળાએ અદશ્ય થાય છે. જિબ્રાન ઘણી વખત ઉપનિષની ભાષા બોલે છે :
જે એક જ વખત જન્મ્યો છે, તેની સાથે દલીલમાં ન પડે. દિજ વિના કેટલીક વાતો સમજવાની નથી.” વળી એક સ્થળે લખે છે : "| Had a second birth, when my soul and body, loved one another and were married.” પુનર્જન્મનો ગૂઢાર્થ આ પંક્તિઓમાં સમજી શકાય છે.
શ્રીમદ્ “અમૂલ્ય તત્વવિચાર’ માં પાયાનો પ્રશ્ન પૂછે છે : “હું કોણ છું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું?” પોતાનું સત્ય સ્વરૂપ જાણવું એ જ પરમાનંદ અને સ્વરૂપ વિસ્મૃત થવું, એ જ દુ:ખ.
હું કોણ છું' ના પગથાર પરથી જ વિકાસયાત્રાને પ્રારંભ થાય છે. એ પ્રશ્ન, પ્રસ્થાનબિંદુ છે. ચરમબિંદુ છે - મુક્તિ, પરમપદ. મુસાફરીમાં માણસ ઘડી - બે ઘડી વિસામો લઈ ફરી પ્રયાણ આરંભે છે, તેમ આ વિકાસયાત્રામાં કલેવરે કલેવરે થોડાંક શ્વાસોશ્વાસનો વિશ્રામ લઈ યાત્રિક આગળ વધતો જાય છે. એને જવું છે ‘શાશ્વતી’ તરફ; પણ એનો મારગ તો જીવન અને મૃત્યુના ચઢાવ - ઉતારની વચ્ચેથી જ પસાર થાય છે.
હું કોણ છું? ક્યાંથી થયો? મૂળ સ્થાન કયું? અસલ ઘર કયું?
અસલ વતન (પરંનિધાન) ની ભાળ મળે, ત્યારે મનુષ્ય પરિવ્રાજક બની જન્મ પુનર્જન્મ.
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org