________________
પાળે, સર્વત્ર સમતા ધારણ કરે, નિત્ય અહિત પ્રવચન સાંભળે, તો મૃત્યુ પછી દેવલોકમાં ઉત્પન્ન થાય છે. જેમને તપ, સંયમ ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે, એવો સાધક તે પાછલી અવસ્થામાં પણ સંયમમાર્ગ ગૃહણ કરે, તો શીઘ અમર જીવનમાં અર્થાત દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
- (સ્વ્યુ. ૧, અ.૨, ૩.૩, ગા.૧૩. દશ.અ. ૪, ગા.૨૮)
જે સંવૃત્તાત્મા ભિક્ષુ છે, તે બેમાંથી એક ગતિને પ્રાપ્ત થાય છે. કાં તો સર્વ દુ:ખથી રહિત સિદ્ધ થાય છે. અથવા મહર્વિક દેવ થાય છે. દેવલોકનું આયુષ્ય પૂરું કર્યા પછી તે આત્મા માનવકુળમાં જન્મ લે છે કે જ્યાં ઉત્તમ ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ, આયુ અને અનુત્તર સુખ હોય છે.
(ઉત્ત. અ. ૫, ગા.૨૫, - અ.૭, ગાં ૨૭) મનુષ્યદેહ ક્ષણભંગુર છે, વ્યાધિ, જરા મરણ અને વેદનાથી ભરપુર છે. મનુષ્યો બાળ હોય કે વૃદ્ધ કે ગર્ભાવસ્થામાં પણ મૃત્યુ પામે છે. કોઈ સહાયભૂત થઈ શકતું નથી. આ જીવન અશાશ્વત છે. એમાં જે પુણ્ય, સુકૃત અને ધર્મ કરતાં નથી, તે મૃત્યુના મુખમાં પડતી વખતે પથાતાપ કરે છે અને પરલોકમાં દુ:ખ પામે છે. ( પ. સૂત્ર ૩૪; સૂ. શ્રુ. ૧, અ.૨, ઉ. ૧, ગા.૨, ઉત્ત. અ.૧૩, ગા.૨૧)
મહાઆરંભ કરવાથી, મહાપરિગ્રહ ધારણ કરવાથી, પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી અને માંસભક્ષણ કરવાથી જીવો નારકીમાં ઉત્પન્ન થાય છે. આંખના જ્યાં પલકારા જેટલો સમય પણ સુખ નથી હોતું. " (ઓપ. સૂત્ર ૩૪, જીવા. પ્રતિ. ૩, ઉ.૩, ગા ૮, ૧૦, ઉ.અ. ૧૦ગા. ૪૮,૪૯)
આથી વીર પુરુષે સર્વ લોકમાં કોઈની પણ હિંસા કરવી નહિં, તેણે નિશ્ચલ સમફત્વ ધારણ કરવું, અપરિગ્રહી બનવું અને લૌકિક માન્યતાઓને વશ ન થતાં તાત્વિક બોધ પ્રાપ્ત કરવો. (સૂ. શ્રુ. ૧, ૪, ૫, ૭.૨, ગા. ૨૪)
માગુસ્સે વિગ્રહ લખું સુઈ ધમ્મસ્ય દુલ્લા જે સોચ્ચા પરિવર્જતિ તવં ખંતિ મહિસયા
(ઉ. અ. ૩, ગા. ૮) આગાથામાં મનુષ્ય શરીર પામીને ધર્મનું સાંભળવું દુર્લભ બતાવે છે. પણ ધર્મ કેવો? જે સાંભળવાથી તપ, અહિંસા અને ક્ષમાના ગુણો પ્રાપ્ત થાય, તેવા ધર્મનું શ્રવણ બતાવેલ છે.
આ લોગસ્સ સૂત્રમાં પણ કહ્યું છે : આરૂષ્ણ બોહિલભં સમાહિ વર મુત્તમ દિકુ - હું એવું"આરોગ્ય માગું છું કે જેથી હું ભભશ્રણમાંથી છૂટવાનો બોધ લઈ શકું. જન્મ પુનર્જન્મ
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org