________________
કશું ફોગટ જતું નથી. આવી આ શ્રદ્ધા છેવટે આપી છે.
પૂર્વના તેજ અભ્યાસે ખેંચાય અવશ્ય તે યોગ જિજ્ઞાસુ તેથી શબ્દની પાર જય તે
ખંતથી કરતો યત્ન દોષાથી મુક્ત તે થઈ ઘણા જન્મ થઈ સિદ્ધ યોગે પામે પર ગતિ.
(અ. ૬, શ્લોક ૩૭ થી ૩) જીવન એટલે સંસ્કારસંચય
સંસ્કાર, સારાં કે નરસાં, બન્નેની અસર થાય છે. બાળપણની ઘાણી ખેલકૂદ ભૂંસાઈ જાય છે. પૂર્વજન્મના સંસ્કારો તો એટલા ભૂંસાઈ ગયેલા હોય છે કે પૂર્વજન્મ હતો કે નહિં, તેની પાગ શંકા થઈ શકે. આ જન્મનું બાળપણ યાદ નથી રહેતું, તો પૂર્વજન્મની વાત જ શી ? દિવસને અંતે થોડીક મહત્વની વાતો-, મહિના કે વરસને અંતે મોટી મહત્વની બાબતો,-સરવાળે જન્મારાને અંતે શેષ રહે છે, જોરાવર એવો સારરૂપ એક સંસ્કાર, જે વિચાર માગ વખતે સ્પષ્ટ તેમ જ ઊંડે હસી ગયેલો હોય, તે જ વિચાર પછીના જન્મમાં સૌથી જોરાવર કરે છે. એ ભાથું બાંધીને જીવની યાત્રા આગળ વધે છે. આ જન્મના અંત સાથે આગળના જન્મનો પ્રારંભ થાય છે. એથી હમેશાં મૃત્યુનું સ્મરણ રાખી જીવનનો વહેવાર કરવો.
સત્સંસ્કારની ધારા આખા યે જીવન દરમ્યાન સતત વહેતી રહેવી જોઈએ. છેવટની ઘડી રૂડી નીવડે, છેવટનો સાર મધુર નીવડે, તેટલા માટે આખા જીવનની મહેનત, આયુષ્યભરનાં ઉત્તમ સંસ્કારનો અભ્યાસ રહેવો જોઈએ. ઉત્તમ સંસ્કાર મન પર કેમ ઠસે એનો વિચાર આ પળથી જ થવો જોઈએ. જીવનભર સ્વાદનો ચસ્કો રહ્યો હોય, તો છેલ્લી ક્ષણે ભોજન જ યાદ આવશે, એ જ સંસ્કાર બળવત્તર સાબિત થશે. જિંદગી સંપતિ સંચયમાં જ વીતાવી હોય, તો છેલ્લે એ જ ખાળખાગાટ રોકડો સામે આવશે. | નાટકનો એક અંશ પૂરો થઈ પડદો પડે છે, બીજા અંક માટે પડદો ઉઠે છે અને આગલા અંકના છેલ્લાં દશ્ય સાથે અનુસંધાન થઈ નાટક આગળ વધે છે. છેલ્લા અંકનું અંતિમ દશ્ય અર્થાત મૃત્યુની પણ નાટયકાર રિહર્સલ કરે છે. કેદારનાથે મૃત્યુની રિહર્સલ કરતા. જન્મ-પુનર્જન્મમાં પણ એક અંક પૂરો થાય છે, પડદો પડે છે, અને પાછું નવું દશ્ય શરૂ થાય છે. અંતિમ અંત સુધી અનુસંધાનની પરંપરા હોય છે.
છેલ્લી ક્ષણે ચિત્તમાં રહેલા ભાવનું મહત્વ પુનર્જન્મના સંદર્ભમાં ઘણુ મહત્વપૂર્ણ છે. આવતા જન્મમાં એ ભાવ તરફ માણસ ખેંચાય છે, અને આગળ વધે છે. આખરી ક્ષણ આપણા મૃત્યુ પછીની ગતિ નક્કી કરે છે. આપણું સમગ્ર જન્મ પુનર્જન્મ
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org