________________
જીવન આપણી આખરી ક્ષણના ભાવનો નિર્ણય કરે છે. તત્કગમાં એકાએક આખરી ક્ષણનો નિર્ણય થઈ શકતો નથી, જીવનભરની સાધના સિવાય છેલ્લી ક્ષણમાં પ્રભુમાં ચિત્ત પરોવાય અને છેલ્લી ક્ષણ ઉજમાળી બને, એ શકય નથી. તે માટે જીવનભરની સાધના જરૂરી છે. મનોવ્યાપાર અને ઇન્દ્રિયોને સંકેલી, સમગ્ર પ્રાગતત્વને પ્રભુમાં લીન કરવાનું છે. ગાંધીજીને ગોળી વાગી અને મુખેથી ક્ષણાર્ધમાં “હે રામ' હોઠે આવ્યા. આયુષ્યભરની રામનામની સાધનાનું સાતત્ય છેલ્લી ક્ષણે પ્રકટ થયું. ઈશ્વરપરાયણતા જ સ્થાયી ભાવ ન બને, તો આખરી ક્ષણે ઈશ્વર બનવાની આશા છોડી દેવી જોઈએ. પ્રભુમરણમાં છેલ્લી ક્ષણ વીતે, એજ સમાધિમરાગ.
અભાન અવસ્થામાં મૃત્યુશા પર પડેલા માણસને છેલ્લે નવકાર મંત્ર, ઈષ્ટ મંત્ર કે ગીતાનો પાદ કે રત્નાકરપશ્ચીસી સંભળાવવામાં આવે છે. ધાગાને લાગે કે બેહોશીમાં માણસ શું સાંભળતો હશે ? પાગ એવી ઘટનાઓ બને છે કે દાક્તરી ઉપાયોથી માણસ ફરી હોશમાં આવી જાય છે અને ધર્મનું શું સાંભળ્યું તે કહી શકે છે. બધી ઈન્દ્રિયો દપ હોવા છતાં આંતરમન હમેશાં જાગૃત હોય છે. ડો રમણભાઈ શાહે આવા કિસ્સાની વાત કહી હતી. છેવટનું પ્રભુસ્મરણ આવખું તો સુધારી દે છે, પણ આગળની ગતિ પણ સુધારી દે છે.
' અંતકાળનું સ્મરણ આખા જીવનનું ફલિત છે. મરણ વખતે જે સરકાર " ઉપર તરી આવે એવી ઈચ્છા હોય, તેને અનુસરીને આખા જીવનનો પ્રવાહ વાળવો જોઈએ. રાત-દિવસ તેવું વલણ રહેવું જોઈએ.
પરમમંગળમય મરણ મળે, તે માટે સતત જાગૃત રહી ઝૂઝતાં રહેવું જોઈએ. ક્ષણભર પણ અશુદ્ધ સંસ્કારની છાપ મન પર પડવા દેવી ન જોઈએ. અને એવું બળ મળે તે માટે પરમેશ્વરની પ્રાર્થના, નામસ્મરણ, તત્વનું રટણ કરી ફરી કરતા રહેવું જોઈએ, તો જેને તેવું મરણ આવી મળે, તે પરમાત્મામાં ભળી ગયો જાણવો.
જેના જીવનમાં સત્ત્વગુણ પ્રધાન હોય, તે મરણાંતે જ્ઞાનમયૂ નિર્દોષ લોકમાં જન્મ પામે છે. રજસ પ્રધાન હોય, તે ધાંધલી લોકમાં, કર્મસંગી લોકમાં જાય છે. અને તમસ પ્રધાન હોય તે મૂઢયોનિમાં જન્મ છે. સાત્વિક કર્મનું ફલ નિર્મળ, રાજસનું દુ:ખમય, ને તમસનું અજ્ઞાનમય હોય છે.
ચડે છે સાત્વિકો ઊંચે, રાજસો મધ્યમાં રહે; હીનવૃત્તિ તમોધર્મી તેની થાય અધોગતિ
(અધ્યાય ૧૪, ૧૫, ૧૬, ૧૮). દેહ સાથે ઉઠેલા આ ત્રિગુણો જે તરી જતો, જન્મ પુનર્જન્મ
૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org