________________
અને પાંચસો મુનિઓને મન:પર્યવજ્ઞાન થયાનો ઉલ્લેખ છે.
અવધિજ્ઞાન નારકી અને દેવોને સહજ હોય છે. જન્મથી જ હોય છે. તિર્યંચ તથા મનુષ્યોને આ જ્ઞાન વિશિષ્ટ લબ્ધિથી પ્રાપ્ત થાય છે. મન:પર્યવ અને કેવળજ્ઞાન માત્ર મનુષ્યને જ પ્રાપ્ત થાય છે. અને તે માટે વિશિષ્ટ અવસ્થાની અપેક્ષા રહે છે.
માણસ માત્ર ભૌતિક તત્ત્વોનો બનેલો નથી. એ ઉપરાંત પણ કંઈક છે તેનું સૂચન ઓ જ્ઞાનશકિતમાંથી જ મળે છે. એને આપણે ચેતના, આત્મા કે અતિમનસ વગેરે ગમે તે નામ આપીએ, પરંતુ તેનું અસ્તિત્વ ઈન્દ્રિયોથી પર છે, ઈન્દ્રિયોને આધીન નથી, એ તબ જાતિસ્મરણની ઘટનાઓ પણ સિદ્ધ કરે છે.
આજે જાતિસ્મરણ વિશે ઘણા દેશોમાં અભ્યાસ થઈ રહ્યો છે, અનેક : વિદ્યાપીઠો દ્વારા થયેલા સંશોધનોમાં આવા કિસ્સા બહાર આવ્યા છે. પુનર્જન્મ. જેવું કશુંક છે. એ વાત હવે વધુ સ્વીકાર પામતી જાય છે.
સાંપ્રત મનોવિજ્ઞાનમાં ઈન્દ્રિયની મદદ વિના થતા જ્ઞાનને Extra Sensory Perception (ટૂંકમા ESP) કહે છે. આ વિભાગમાં જ્ઞાનના વિવિધ પ્રકારો સમાય છે. જેના અભ્યાસ - સંશોધન પેરા સાઈકોલૉજી - પરામનોવિજ્ઞાનના વિષયો છે. જો કે જાતિસ્મરણજ્ઞાન વાસ્તવમાં ઈન્દ્રિયાતીત જ્ઞાન નથી. પરંતુ હાલનું મનોવિજ્ઞાન તેને અતીન્દ્રિય ગણે છે. અતીન્દ્રિયજ્ઞાનમાં સમાવિષ્ટ છે: INTUITION: સહજ જ્ઞાન. અંત: સ્કૂરણા. ઘણી વાર કેટલીક વ્યકિતઓ વર્તમાન કે ભવિષ્યની ઘટનાઓ સહજ સ્કૂરણાથી, ઈન્દ્રિયના આધાર વગર જાણી લેતી હોય છે. આત્માની શક્તિઓ અનંત હોય છે. TELEPATHY (ટેલિપથી): કોઈ પણા બાહ્ય સંપર્ક વિના સેંકડો માઈલ દુર રહેલી વ્યક્તિને પણ પોતાના મનના વિચારો મોકલવાની પ્રકિયા. Purportedly the ' communication between one mind and another by means other than through five senses. Thought transference. CLAIRVOYANCE : Power of seeing without the use of eye, events taking place at a distance. સેકંડો કે હજારો માઈલ દૂર, સ્થળ વગેરેની કેટલીક મર્યાદામાં ભીંત કે અન્ય અવરોધોને પાર રહેલી વસ્તુ, વ્યકિત કે ઘટનાનું જ્ઞાન કરાવતી આત્માની અતીન્દ્રિય શક્તિ. જે સમયે ઘટના બની રહી હોય, તે જ સમયે તે યથાસ્વરુપ જોઈ શકવાની શક્તિ. આમાં, ભાવિ ઘટનાનો સમાવેશ થતો નથી. અવધિજ્ઞાનના માત્ર એક પાસાંનો સમાવેશ થાય છે. PREMONITON અવધિજ્ઞાનના અન્ય એક પાસાંની શક્તિ. પ્રીમોનીશન એટલે જન્મ પુનર્જન્મ
૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org