________________
જન્મને શ્રેષ્ઠ કહ્યો છે.
ઈસ્લામે પણ મનુષ્યને અશરફ ઉલ મખલુકાત - બધામાં શ્રેષ્ઠ સર્જન કહ્યું
છે.
કુરઆને શરીફનાં છેલ્લાં પ્રકરણ સુરએ અમ માં લખ્યું છે ; લકદ ખલકનલ ઈન્સાના ફી અહસને તકવીમ અર્થાત : I have created man with Best of Elements. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યાયમાં કહ્યું છે :
चतारि परमंगाणि दुल्लहाणीह जतूणो । माणुसत्त सुई सद्धा, संगममि य वीरियं ॥
ચાર વસ્તુઓ જીવને અત્યંત દુર્લભ છે ૧) મનુષ્યપણું ૨) ધર્મશ્રવણ ૩) ધર્મમાં શ્રદ્ધા અને ૪) સંયમ માટેનો પુરુષાર્થ. વળી ઉત્તરાધ્યયન સૂત્રમાં અન્યત્ર કહ્યું છે મનુષ્યજન્મ ખરેખર બહુ દુર્લભ છે.
: માનુલ્લ છુ જીરુમહં
સર્વ જીવોને માટે છ વસ્તુઓ દુર્લભ છે ૧) મનુષ્ય ભવ ૨) આર્યક્ષેત્ર ૩) ઉત્તમ કૂળમાં જન્મ. ૪) કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ. ૫) શ્રવણ કરેલા ધર્મ ઉપર શ્રદ્ધા. અને ૫) શ્રદ્ધા કરેલા ધર્મ, પ્રતીતિ કરેલા, રુચિ કરેલા ધર્મ પ્રમાણે આચરણ. સ્થાનાંગસૂત્ર.
શંકરાચાર્યે પણ કહ્યું છે :
दुलभं त्रयमेवेतद देवानुग्रह हेतुकम् । मनुष्यत्वं मुमुक्षुत्व महापुरुष संभव ॥
મનુષ્યપણું, ‘મુમુક્ષત્વ (મોક્ષ મેળવવાની ભાવના) અને મહાપુરુષોની સંગતિ એ ત્રણ દુર્લભ છે. અને દેવોની કૃપા હોય, પુણ્યાદેય હોય તો જ મળી શકે એમ છે.
.
कम्माणं तु पहाणाए, आणुपुव्वी कयाइउ जीवा सोहिमण पत्ता आययंति मणुस्सयं
અનુક્રમે કર્મોનો ક્ષય કરતાં કરતાં શુદ્ધિને પ્રાપ્ત કરીને જીવો ઘણા દીર્ઘકાળ પછી મનુષ્યજન્મ પ્રાપ્ત કરે છે. (ઉત્તરાધ્યયન સૂત્ર)
મનુષ્યજીવનની દુર્લભતા દર્શાવતાં અન્યત્ર કહ્યું છે :
વૅ પ્રમત: સંસારસાગરે ટુર્નમ મનુષ્યત્વમ્... સંસાર ઘણો મોટો હોવાથી, વળી એમાં ઘણી અધાર્મિકતા અને દુષ્કર્મોની બહુલતા હોવાથી સંસારરૂપ સાગરમાં ભ્રમણ કરતા જીવને મનુષ્યપણુ મેળવવું અતિ દુર્લભ છે.”
નનુ પુનરિમતિપુર્નમન... આગિયા અને વીજળીના પ્રકાશ જેવો અત્યંત
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૧૩૪
www.jainelibrary.org