________________
મારા પ્રેમને કાજે હજુ પણ હું તારી અપેક્ષા રાખું છું; ભલે ને તને મળવામાં અનેક જીંદગીઓ વીતી જાય ! હું એ માટે અનેક વિશ્વોમાંથી પસાર થઈશ, તને પ્રાપ્ત કરીશ તે પહેલાં ઘણું નવું શીખવાનું હશે, ને ઘણું વિસ્તૃત પણ થયું હશે ! જહોન મેન્સફિલ્ડે (જન્મ ૧૮૭૮) એટલી જ સ્પષ્ટતાથી ગાયું છે : હું માનું છું કે જ્યારે વ્યક્તિ અવસાન પામે છે, ત્યારે એનો આત્મા પૃથ્વી પર પાછો ફરે છે. એ જ આત્માએ કોઈ જૂદો દેહ ધારણ કર્યો હોય છે, ને કોઈ નવી માતા એને જન્મ આપે છે. મજબૂત દેહ અને તેજસ્વી બુધ્ધિ સાથે પુરાતન આત્મા ફરીથી જીવનયાત્રા શરૂ કરે છે. વિનોબાજીને એક વાર પૂછવામાં આવ્યું કે ‘મૃત્યુ પછી પ્રિયજનને ફરી મળવાની તક ખરી ?’
વિનોબાજીએ કહ્યું : ‘જો નિ:સ્વાર્થ પ્રેમ અને કેવળ સેવાની ભાવના હોય, તો જરૂર મળી શકાય.’
ઇમર્સને બ્રહ્મવિભાવનામાં લખ્યું છે :
‘હત્યારો કે હણાયેલ વ્યક્તિ સૂક્ષ્મ રહસ્ય જાણતાં નથી, હકીકતમા હું (પરમાત્મા કે બ્રહ્મ) અસ્તિત્વ ધારણ કરૂં છું. પસાર થઈને ફરી અવતરૂં છું,
જે દૂર છે, કે વિસ્તૃત થયેલ છે, તે મારા માટે નજીક છે. મારા માટે છાયા કે પ્રકાશ બન્ને સમાન છે, અશ્ય દેવો મારા માટે દૃષ્ટિગોચર છે. યશ હો, કે અપકીર્તિ હો, મારા માટે કોઈ તફાવત નથી. જેઓ મારી ઉપેક્ષા કરે છે, તેઓ અસ્વસ્થ છે, જ્યારે તેઓ મારી તરફ ઉડ્ડયન કરે છે, હું જ તેમની પાંખો હોઉં છું, હું શંકા કરનાર છુ; ને શંકા હ્યં હું જ છું. અને બ્રાહ્મણો જેનું ગાન કરે છે, તે મંત્ર પણ હું જ છું. !
જીવન પછીનું જીવન - પુનર્જન્મ - આ સૃષ્ટિ પછીની સૃષ્ટિ માનવીને અજ્ઞાતપણે, ક્યારેક અપ્રછન્નપણે આકર્ષે જ છે.
એક ઘટના જે મારી અંગત જાણમાં છે : એક સન્માનિત સુખી કુટુંબની
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૯૯
www.jainelibrary.org