________________
ફરી દેહ ધારણ કરવો પડે છે. આસક્તિનો લોપ થતા અહીં જ બ્રહ્મની ઉપલબ્ધિ થાય છે. ગ્રંથિ ભેદ થતાં મર્ય, અમૃત, અમર થઈ જાય છે. યમે યોગવિદ્યા શીખવી, છેલ્લે નચિકેતાએ વિરજ: - મલિનતા, વિમૃત્યુ - આસકિત, તૃષ્ણા તમામમાંથી યોગવિદ્યાથી મુક્ત થઈ બ્રહ્મપ્રાપ્તિ કરી. આત્માને ઓળખનાર અન્ય લોકો પણ બ્રહ્મપ્રાપ્તિ કરી શકશે. (કઠોપનિષદ : અધ્યાય ૧, ૨ થી ૩,૯,૧૦, ૨૯ અ. ૨,૬,૧૮, ૧૯, અ.
૫; ૫, ૬, ૭, ૮.૬, ૪, ૧૫, ૧૮) મન એવ મનુષ્યામાં કારાગ બંધ મોક્ષયો; મૈસુપનિષદ.
માણસના કર્મબંધ અને મોક્ષનું કારાગ મન છે. કર્મબંધના પાંચ કારણો છે. મિથ્યાદર્શન, કપાય, અવિરતિ, પ્રમાદ અને યોગ.
કપાય: કપ + આ = કપાય. કષ એટલે સંસાર, આય એટલે વૃદ્ધિ અર્થાત જેથી સંસારની વૃદ્ધિ થાય, તે કપાય. સંસાર એટલે : સંસરતિ ઈતિ સંસાર: જે સરતો રહે તે સંસાર.
तेनापि यत् कृतं कर्म, सुखं वा यदि वा दु:खम्।
कर्मणा तेन संयुक्तः गच्छति तु परं भवम् ।। અર્થાત : વ્યકિત સુખદુ:ખરૂપ યા શુભાશુભરૂપ જે પાગ કર્મ કરે છે, એ પોતાના એવા કર્મના સાથે જ પરભવમાં જાય છે.
ते ते कर्मत्वगताः, पुदगलकायाः पुनरपि जीवस्य।
संजायन्ते देहाः देहान्तरसंक्रमं प्राप्यं ।। આ પ્રમાણે કર્મોના રૂપમાં પરિણિત એ પુદ્ગલ - પિંડ દેહ થી દેહાન્તર ને-નવીન શરીરરૂપ પરિવર્તનને - પ્રાપ્ત થાય છે. અર્થાત પૂર્વબદ્ધ કર્મનુ ફળસ્વરૂપ શરીર બને છે. અને નવા શરીરમાં નવીન કર્મોનો બંધ થાય છે. આ રીતે જીવી નિરંતર વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરતો રહે છે. નાગ પચાસગં
(ચંદ્રવિન્દ્રય પયણા ગા. ૮૦) જ્ઞાન એ જ પ્રકાશ છે. અજ્ઞાન એ અંધકાર છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે અર્થયુક્ત – સારભૂત વાતો શીખી લો અને નિરર્થક વાતો છોડી દો.'
ધર્મ આરાધના માટે બે જ સાધન છે. જે જ્ઞાનથી સિદ્ધ થાય છે. પ્રથમ જ્ઞાત દોષોનો ત્યાગ, અને બીજું જ્ઞાત ગુણોનું સેવન (ચ. ૫, ગા. ૭૧)
યથાર્થ છે, અને શું વ્યર્થ છે, તેનો વિવેક જ્ઞાનથી પ્રથમ કરવો પડે છે. દોષોની સમજ અને એનો ત્યાગ, અને ગુણોનું સેવન - આચરણ જ્ઞાનથી જ થાય છે.
કુદરત કદી અજ્ઞાનને માફ કરતી નથી - Nature does not pardon
જન્મ પુનર્જન્મ
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org