________________
સિદ્ધિઓનું મૃગજળ :
અધ્યાત્મ સાથે સિદ્ધિઓને કશો સંબંધ નથી. પરંતુ, આમ જનતા તો સામાન્યત: એમજ સમજતી હોય છે કે યોગમોર્ગ એટલે સિદ્ધિઓ અને ચમત્કારનો માર્ગ. એટલે સાધકને જોતાં સામાન્ય જનને એ જિજ્ઞાસા રહે છે કે આટલાં વર્ષોની સાધનામાં એણે કઈ સિદ્ધિઓ મેળવી હશે? એને જાણવા મળે કે અમુક મહાત્મા એક દષ્ટિ નાખતાં જ તમારું મન વાંચી લે છે, કે અમુક દેવ - દેવી એમને હાજરાહજુર છે, તો બુદ્ધિજીવીઓમાં પણ સાધનાના અતીન્દ્રિય અનુભવોનું અને સિદ્ધઓનું ભારે આકર્ષણ જોવા મળે છે. અતીન્દ્રિય શક્તિઓ કે સિદ્ધિઓનું પ્રલોભન આપીને સાચા સંતો પોતાની શક્તિઓનું પ્રદર્શન કરતા નથી. અતીન્દ્રિય શક્તિ કે સિદ્ધિ હોવી એ કંઈ યોગસિદ્ધ પુરૂષની સાચી ઓળખાણ નથી; ‘સિદ્ધિઓ પાછળનું રહસ્ય, બહુધા, એના પ્રદર્શકનો આધ્યાત્મિક વિકાસ નહિ, પણ કોઈ પ્રેતાત્માનો સહયોગ હોય એવું પણ મનાય છે. જનસમૂહ તે ચમત્કારોમાં સંબંધિત ‘મહાત્મા’ ની દેવી શક્તિ કે યોગસિદ્ધિનું આરોપણ કરે છે, પરંતુ હકીકતમાં તે વ્યક્તિના આત્મવિકાસ કે યોગશક્તિ સાથે આવી ઘટનાને કશી નિસ્બત નથી હોતી.
શ્રીમદ્ રાજચંદ્ર કહેતા : “ચમત્કારાથી યોગ સિદ્ધ કરે, તે યોગી નહિ,' ;
શ્રીમદે સિદ્ધિઓનો કોઈ દેખાડો કે લૌકિક ઉપયોગ કર્યો નહિ. શતાવધાન પણ છોડી દીધાં હતાં.
- ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા વધતાં ધ્યાનમાં સાધક ક્યારેક અનુભવે છે કે જાણે શરીર છૂટી ગયું છે, અને પોતે હવામાં તરે છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં આવા જાત અનુભવનો ઉલ્લેખ કર્યો છે. કાયાને પોતે દૂરથી જોતા હોય, એવો અનુભવ આચાર્ય રજનીશને થયો હતો. ૨૧ માર્ચ, ૧૯૫૩માં, શરીર નીચે, અને 'પોતે' ઝાડ ઉપર. (આ દિવસ બોધિદિન તરીકે ઉજવાય છે) આવો અનુભવ થતાં ‘આત્મસાક્ષાત્કાર થયો એમ માનવું ભૂલ કરેલું છે. 'ભેદજ્ઞાન’ કાયાથી પોતે ભિન્ન છે, એ અનુભવાત્મક પ્રતીતિ (સ્વાનુભૂતિ) વખતે જ્ઞાતા - શેય - જ્ઞાન એ ત્રણે એક થઈ જાય છે. જુદાં રહેતાં નથી, અહીં તો ‘કાયા દેખાય છે,” કઈક દેખાય • સંભળાય છે,’ એ અનુભવ જ્ઞાનનો છે, અજ્ઞાત નો નહિ. આવા અનુભવો સંભવત: સાધનામાં ઉપકારક થઈ શકે. પણ ત્યાં અટકી ન જવાની સાવધાની આવશ્યક છે. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી એ ચેતવણી આપી છે.
મનોવિજ્ઞાનમાં એક એવી ઘટનાનો નિર્દેશ છે, જેને Hallucination કહેવાય છે. આમાં કશું ન હોવા છતાં દેખાય, કશા નિમિત્ત - કારણ વિના કશું સંભળાય. જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org