________________
Sense perception without necessary sensory stimulus. રૂણ, કે વિક્ષિપ્ત મનોદશા, કે સંમોહિત - હિપ્નોટીક અવસ્થા, તેમજ ખાસ કરીને જાગૃત અવસ્થામાંથી ઊંઘમાં સરી પડતાં, એટલે કે પૂરી ઊંઘ આવતા પહેલાં કે ઊંધમાંથી પૂર્ણ રીતે જાગૃત થતાં પહેલાં આવા અનુભવો થવાની ઘણી શક્યતા હોય છે. જેને Hypnogogic હેલ્યુસીનેશન અને Hypnoponic હેલ્યુસીનેશન કહેવાય છે. Autoscopic Hallucination એક એવી યંત્રણા છે, જેમાં પોતાના શરીર કે “સ્વ” self નું ચિત્રણ થાય છે. આ યંત્રણામાં જો delusion - ભ્રમણા ભળે, તો જોનારને લાગે કે તે પોતાને જ દરથી અળગો રહી નિરપેક્ષપણે પ્રત્યક્ષ ભાળી રહ્યો છે. આમાં “સ્વ” અળગો થઈ શરીરને જૂદું જોઈ રહ્યો હોય એવું દશ્ય સર્જાય છે. ચિત્ત ઘણી કસરતો અને કરામતો કરાવી શકે છે. Illusion, Delusion અને Hallucination ના Interaction સંઘાતથી અવનવી સૃષ્ટિ નિર્માણ થાય છે.
ચમત્કારિક રીતે આત્મિક શક્તિ કામ કરે છે અને ઈન્દ્રિયાતીત જ્ઞાન પ્રગટે છે. માત્ર એની પ્રક્રિયા આપણે જાણતા નથી એટલે ચમત્કાર જેવું લાગે છે.
શેરલોક હોમ્સના સર્જક સર આર્થર કેનન ડોયલ ‘સ્પીરીટો' સાથે વાત કરી શકતા. પુનર્જન્મમાં પણ માનતા.
નાટયલેખક જામનને એક કવિતા ખૂબ મૂંઝવતી હતી. છેલ્લી પંક્તિઓ પૂરી જ ન થાય. એમણે ખેંચેટ પર કલાપીના આત્માને બોલાવ્યો અને એમણે બે પંક્તિઓ પૂરી કરી આપી.
કહેવાય છે કે શ્રી. અરવિંદની-સાવિત્રી મહાકાવ્યની રચના રાજા રામમોહનરાયના સ્પીરીટ કરાવી હતી. આવા પ્રકારના લખાણોને Aulomatic Writing પણ કહેવાય છે.
અંગ્રેજ કવિ એસ. ટી. કોલેરિજને (૧૭૭૨ - ૧૮૩૪) દીર્ધ કાવ્ય ‘કુબલાખાન' સ્વપ્નાવસ્થામાં જ ર્યું હતું.
મકબા નામની એક સ્ત્રી બ્રિટનમાં પ્રતિષ્ઠિત માધ્યમ લેખાતી. જીવાત્માઓને બોલાવી આપતી. વિખ્યાત લેખક ડૉ જ્યૉર્જ સાવાને એનો એક મિત્ર મકબા પાસે લઈ ગયો. ડૉ સાવાએ રાસપુટીનને બોલાવવાની ઈચ્છા વ્યક્ત કરી. રાસપુટીન આવ્યો. ડૉ સાવાએ એને સ્મૃતિ હોય, ત્યારથી પૂરું જીવનવૃતાંત રજૂ કરવાનું કહ્યું. રાસપુટીન બોલતો ગયો. ડૉ સાવા લખતી ગયા. આ વૃતાંત ત્રણ દિવસ ચાલ્યો. એ પછી ડૉ સાવાએ રાસપુટીનને રશિયાના ભવિષ્ય વિષે પૂછયું. એ વૃતાંત દોઢ દિવસ ચાલ્યો. ડૉ સાવાએ પૂરું વૃતાંત “Rasputin' નામના પુસ્તકમાં ગ્રંથસ્થ કર્યું છે. ડૉ સાવાએ પ્રારંભમાં જ ખુલાસો કર્યો છે કે “આની કોઈ ગતિ વિધિની મને સમજ પડી નથી. માત્ર જે મને કહેવામાં આવ્યું તે મેં અક્ષરશ: લખ્યું છે.' જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org