________________
જ્ઞાનનો પ્રવાહ
ચૈતન્યનું સાતત્ય
માનવી એકલો અસહાય કે નિરાધાર નથી. માનવી વિશ્વચેતનાનો
“અવિભાજ્ય અંગ છે, એવી શ્રદ્ધા માણસને અપરિમિત બળ આપે છે. એની આસપાસ અગણિત પરમાણુઓ છે. અખૂટ સાધનો છે. જેમાંથી કોઈ ને કોઈ એક અથવા બીજે રસ્તે એને માર્ગદર્શન કરાવે જ છે. તુચ્છ જેવી લાગતી વસ્તુઓ પણ આ માર્ગને સરળ બનાવે છે.
-
મહત્વ - મૂલ્ય, પુરુષાર્થની ફળશ્રુતિનું નથી, પણ પુરુષાર્થ કે આયાસના અનુભવનું છે. જીવનમાં જે વિચારધારા પ્રતીતિકર બની, જે વાત આંતરિક સત્યનિષ્ઠારૂપે વણાઈ ગઈ, જે તથ્ય અતળ શ્રદ્ધાની જ્યોત બની ગયું, એ જ એની મૂડી બની ગઈ. જીવનસમૃદ્ધિ બની ગઈ.
આ મૂડી ક્યારે પણ ખોવાતી નથી. લૂંટાતી નથી. જીવન પછીના જીવનમાં આ જ મૂડી શક્તિનો સ્રોત બની, દીપિકા બની, પથ ઉજાળનાર અને આગળને રસ્તે ખપ લાગે તેવી સંપદા બની જાય છે.
કેટલાંક મત કહે છે કે જયાં પુનર્જન્મ નથી, ત્યા આવી અર્થહીન દલીલ શા માટે? ચાર્વાકના સમયથી આવી દલીલો થતી આવે છે અને એને સમર્થન આપવા વિજ્ઞાન મથી રહ્યું છે, પણ પાછું પડી રહ્યું છે.
વિજ્ઞાનવડે જ સૃષ્ટિ ચાલતી હોય, તો માણસ જે સાધનમાંથી જન્મે છે, એ સાધનમાં કઈ શક્તિ રહેલી છે ? એ શક્તિને શ્રદ્ધા કહીએ, પોતાની પ્રતીતિ કહીએ, સ્ફૂરણ, કુદરતી તત્વ કહીએ, કે અજ્ઞેય શક્તિ કે વ્યાપક ચેતના કહીએ, અનેક નામરૂપે આ જ વાત કહી છે.
માનવીએ એક જન્મમાં જે જ્ઞાન - વૈરાગ્ય ઉપાર્જન કર્યું હોય, જે આત્મિક વિકાસ સાધ્યો હોય, વિકાસની ચરમ કોટિએ પણ પહોંચ્યો હોય, જે આયાસ પરિશ્રમ - પુરુષાર્થ કર્યાં હોય, તે તમામ પ્રાપ્તિ જો મૃત્યુની સાથે જ સમાપ્ત થઈ જતી હોય, તો તે તમામ જ્ઞાન પ્રજ્ઞા, વિકાસ, પુરુષાર્થ વ્યય બની જાય
છે. એનું કોઈ મૂલ્ય રહેતું નથી.
જે ભાથું બાંધ્યું હોય, તે આગળના જીવનમાં પાથેય ન બને, ઉપયોગી ન બને, તો તમામ પરિશ્રમ અર્થહીન થઈ જાય છે.
કુદરતની વ્યવસ્થા આટલી ખામીભરી હોઈ ન શકે. કુદરતના નિયમો અટલ અને ચોક્કસ છે. આવડી મોટી ક્ષતિ કુદરત નિભાવી ન લે. જયાં સુધીની યાત્રા થઈ ત્યાંથી પાછા ફરવાંનુ હોય નહિં. અને નવસેરથી એ જ ચીલા પર યાત્રા કરવાનું પણ ન હોય.
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૮૧
www.jainelibrary.org