________________
પર યથાતથ શ્રદ્ધા કરવી જોઈએ જેથી અવળી દષ્ટિ સવળી બની જાય.
હતું જ્ઞાન દિયાહીન, હતાશાના કિયા
ક્રિયાવિહિન જ્ઞાન વ્યર્થ છે અને અજ્ઞાનીઓની ક્રિયા વ્યર્થ છે. શ્રીમદ્ રાજચંદ્ર યથાર્થ લખ્યું છે :
કોઈ ક્રિયાજડ થઈ રહ્યાં, શુક જ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કાગા ઉપજે જોઈ. येन तत्वं विबुध्यते, येन चित्तं निरुध्यते।
येन आत्मा विशुध्यते, तज् ज्ञानं जिनशासने॥ . અર્થાત્ : જેનાથી તત્ત્વનું જ્ઞાન થાય, ચિત્તનો નિરોધ થાય, તથા આત્મા વિશુદ્ધ થાય તેને જિનશાસનમાં જ્ઞાન કહ્યું છે.
ચારિત્રસંપન્નનું અલ્પતમ જ્ઞાન પણ બહુ છે. અને ચારિત્રવિહિનનું બહુ શ્રુતજ્ઞાન પણ નિષ્ફળ છે. મિઆજ્ઞાનને અજ્ઞાન કહ્યું છે.
જેમ દોરો પરોવેલી સોય કચરામાં પડી જતાં પણ ખોવાતી નથી, તેમ જ શાસ્ત્રજ્ઞાનયુક્ત જીવ સંસારમાં (રહીને) પડીને પણ નષ્ટ થતો નથી. સમ,સમતા એ શ્રમણ સંસ્કૃતિનું પ્રાણભૂત તત્વ છે. કેન્દ્રરૂપ છે.
પ્રચિતાન્યપિ કર્નાગિ જન્મના કોટિ કોટિભિ તમાન્સીવ પ્રભા ભાનો ક્ષિા ગોતિ સમતા ક્ષારાત
(અધ્યાત્મસાર, સમાધિકાર શ્લોક ૨૨) અર્થાત : કરોડો જન્મના સંચિત કર્મોને સમતા એક ક્ષણમાં ખપાવી દે છે, જેમ સૂર્યપ્રકાશ અંધકારને. જન્મોજન્મથી એકઠો થયેલો કર્મરાશિનો અને દઢ સંસ્કારોનો ઉચ્છેદ એ રીતે જ શક્ય બને છે.
કરોડો જન્મ તીવ્ર તપ કરવા છતાં જેટલાં કર્મ ન ખપે, તેટલાં કર્મ સમત્વમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ ક્ષણાર્ધમાં જ ખપાવી દે છે.
(હેમચંદ્રાચાર્ય-યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક ૫૧) આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તે જ ગણાય, જે આત્મા સંબંધી હોય. મુમુક્ષુ જગતનું જ્ઞાન મેળવે, તે પણ આત્મા અને જગત વચ્ચેના સંબંધ સમજવા માટે, પણ કેન્દ્રમાં આત્મતત્વચિંતન્ય જ હોય. હું દેહ' એ ભાવ જ મિથ્યાષ્ટિ છે; પછી એ મનુષ્ય ગમે તે ધર્મને માનનારો હોય. - આચાર્ય હરિભદ્રસૂરિએ યોગદષ્ટિમુચ્ચય' માં કહ્યું છે. પ્રારંભિક કક્ષા ના જુદા જુદા દર્શનના અનુયાયીઓ ભલે ભિન્ન ભિન્ન રીતે ઉપાસના કરતા હોય, પણ અંતે તો સર્વ મુમુક્ષુઓ બાહ્ય વિષયોથી અને ચિત્તમાં ઉઠતા સંકલ્પ-વિકલ્પથી ખસીને સ્વભાવનું અવલંબન લેવારૂપ એકજ માર્ગે ગતિ કરે છે.. જમ્ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org