________________
અનેક વિષયોનું ચિંતન કર્યું. એના મત પ્રમાણે જીવનની અપરિહાર્ય અને અનિવાર્ય આંતરિક પ્રેરણા ઉત્તરોત્તર, અધિકતર ઉચ્ચ કક્ષાએ પહોંચવાની છે. આ વિચારણા એ એના ઈશ્વર વિષેના વિચારોને આકાર આપ્યો. એના મત પ્રમાણે ઈશ્વર છે. પદાર્થ એ આ દિતત્વ છે. અનાદિ અને અનંત છે. પણ ગતિ અનાદિ અનંત નથી. ઈશ્વર જગતનો કર્તા નથી, પરંતુ જગતની ગતિનું કારણ છે. કર્તા સ્વપ્નદષ્ટ હોય, જે હમેશાં અસંતુષ્ટ હોય, અને અપૂર્ણ હોય. ઈશ્વર તો પૂર્ણ, નિરાકાર, નિરંજન, અભેદ્ય, અફર અને સનાતન છે. એને લાગણીઓ ને આકાંક્ષા ન હોય, જગતમાં રસ ન હોય. જગતને ઈશ્વરમાં રસ હોય છે. લોકો ઈશ્વરને પ્રેમ કરે છે પણ ઈશ્વર પોતે લોકોના સુખદુ:ખ પ્રત્યે નિર્લેપ છે. એ નિર્ગુણ છે, સર્જન કરતો નથી, એ માત્ર “લીલયાએવ” વિશ્વને ગતિમાન રાખે છે. એ વિશુદ્ધ ચૈતનશક્તિ છે. કોઈ વ્યક્તિ નથી, પણ ચાલક અને પ્રેરક બળ છે. વેદાંતના ઈશ્વરની જેમ “નેતિ નેતિ' જેવી ખાસિયતવાળો છે. એરિસ્ટોટલને મન માનવનો આત્મા એ ભૌતિક પદાર્થ નથી. એ દેહમાં અસ્તિત્વ ધરાવે છે, પણ દેહના નાશ સાથે સંપૂર્ણ નાશ પામતો નથી. આત્માની લાક્ષણિકતા અમર છે, આત્મા અમર છે. એ આત્મા કાયાના ભૌતિકતંત્રની આંતરિક ચાલક શક્તિ છે. વિભિન્ન કક્ષાના દેહતંત્રોમાં એ વિભિન્ન પ્રકારની લાક્ષણિકતાઓ વ્યક્ત કરે છે.
એરિસ્ટોટલનું મહત્ત્વનું પ્રદાન છે તર્કશાસ્ત્ર. એનું પ્રખ્યાત ‘સિલોજીસમ” આજે પણ તર્કશાસ્ત્રનું પ્રથમ પગથિયું છે અને અભ્યાસક્રમમાં અગ્રીમ છે. તર્કશુદ્ધ વિચારણા સર્વજ્ઞાનનો એકમાત્ર પાયો છે. આશ્ચર્યકારક ઘટના છે કે એથેન્સની પોતાની ‘લીસેયુમ’ વિદ્યાપીઠમાં એરિસ્ટોટલ તર્કશાસ્ત્રના મંડાણ કરતો હતો ત્યારે ભારતની તક્ષશિલામાં લગભગ એ જ સમયે યુવાન આચાર્ય ચાણક્ય પોતાના કૌટિલ્ય અર્થશાસ્ત્રનું બીજ ઉગાડી રહ્યો હતો, જે વસ્તુત: ભારતીય તર્કશાસ્ત્ર છે, જેમાં તર્કશાસ્ત્ર ઉપરાંત રાજ્યસ્વરૂપ, રાજ્યવ્યવસ્થા, સમાજવ્યવસ્થા વગેરેના સ્વરૂપ પણ આલેખાયેલાં છે. એ રીતે ગ્રીક તત્ત્વજ્ઞાનની સર્વસ્પર્શી અને સર્વક્ષેત્રિય વિચારણાની પ્રણાલિકાનો એ સમાન્તર આવિષ્કાર જણાય છે. જો કે ભારતીય તત્ત્વજ્ઞાન પશ્ચિમની સરખામણીમાં ઘણું વહેલું વિકસેલું હતું.
એરિસ્ટોટલ માનતો કે મનુષ્ય જન્મનો હેતુ છે સુખ. સુખ એટલે શુભ કાયથી જે પ્રકારની મન:સ્થિતિ નીપજે, તેનું નામ જ સુખ; જેને માટે સગુણ અનિવાર્ય છે. માનવીની આ વૃત્તિમાંથી સાહિત્ય, સૌંદર્ય, સંગીત, કલાનું સર્જન થાય છે, જેનો આનંદ સર્વોત્તમ હોય છે.
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org