________________
૩૦વર્ષે), વિલીયમ હેઝલીટ, વૉલ્ટર સ્કૉટ, ખલિસ જિબ્રાનની પ્રતિભા નાની વયે ઝળકી ઉઠી હતી.
કલાનાં ક્ષેત્રે નાની વયે પદાર્પણ કરનારા કલાકારો ની યાદી ઘણી લાંબી
છે.
પૂર્વજન્મના જ્ઞાન-ભાન સ્મૃતિ-સંસ્કાર ઉપરાંત આ જન્મમાં તેમના પુરૂષાર્થ વડે જ જગતને અલ્પ સમયમાં તેઓ મહત્વનું પ્રદાન કરી શકયા. સ્વામી વિવેકાનંદ ૩૯ વર્ષનું જ આયુષ્ય ભોગવ્યું. દીર્ઘ તો ન જ કહી શકાય. પણ તેમનું પ્રદાન મહત્ અને ચિરંજીવ છે.
આવા અનેક દૃષ્ટાંતો આપી શકાય, જે પૂર્વભવના જ્ઞાનની યથાર્થતા અને ઉપયોગીતા નિ:શંક સાબિત કરે છે.
ત્રિકુટી ભેદથી જે સહજજ્ઞાન પ્રાપ્ત થયું, જે વડે પૂર્વભવની વાત યોગીએ મકરન્દ દવેની હાજરીમાં એક સર્પદંશથી મૃત્યુ પામેલી છોકરીના સંદર્ભમાં કહ્યું જેનું રોચક બયાન મકરન્દ દવેએ યોગી હરનાથના સાંનિધ્યમાં કર્યું છે (પૃ ૩૭-૪૧)
સૂફી રંગે રંગાયેલા પૂ. ધનજીબાપુએ કેટલાંક પ્રશ્નોના ઉત્તરમાં જણાવ્યું છે : ‘જેનું સર્જન તેનું વિસર્જન. તમામ દુન્યવી બાબતોનો આ ક્રમ છે. સોપાધિક દષ્ટિએ કર્મ, કર્મફળ અને પુનર્જન્મની બાબત અમારી દષ્ટિએ તદ્ન યુક્તિસંગત છે. શાસ્ત્રીય રીતે સુસંગત છે. અંગત અનુભવની દૃષ્ટિએ પણ પુનર્જન્મની બાબતમાં મને કશી શંકા નથી. અંગત વાત કહું તો મારા જન્મ અગાઉ મારી નાનીમાને કેટલાંક સંકેતો મળ્યા હતા. મારા શરીર પરના કેટલાંક ચિહ્નો અંગે પણ એમણે અગાઉથી સંકેતો આપ્યા હતા. બધું સંકેતો પ્રમાણે જ થયું અને હતું. આમ તો પુનર્જન્મની બાબત વિવાદાસ્પદ રહેવાની. પરંતુ આપણા નિરીક્ષણમાં એવા અનેક દાખલાઓ મળશે, કે જેમાં આખરે પૂર્વના સંગ્રહિત સંસ્કારો હોવાનું સ્વીકાર્યા સિવાય કશો ખુલાસો મળે નહિં. મારા પૂવર્જન્મ અંગે મને કશુ જ્ઞાન નથી. જ્યાં સુધી અવિઘાયુક્ત અહમ્ છે, ત્યાં સુધી આસકિત છે. અને જ્યાં સુધી આસકિત છે, ત્યાં સુધી પુનર્જન્મ છે.
(પૂ. ધનજીબાપુના સાંનિધ્યમાં : માવજી કે. સાવલા) ભરતમુનિને તપ કરતાં પણ મૃગ સાથે પ્રીતિ બંધાઈ ગઈ હતી. કલાપીએ કાવ્યામાં કહ્યું કે આવતે જન્મે ભરતઋષિ ભૃગરૂપે જન્મ ધારણ કરશે. પુર્વજન્મનાં સબંધીઓ આ ભવે જૂદા સબંધે પ્રાપ્ત થયાં હોય, ઋણાનુબંધ પૂરા કરવાં આ ચક્ર ચાલતું હોય એ પણ સંભવિત છે આધ્યાત્મિક પુરૂષની અનુભવવાણી ઘણી બાબતોને નિ:શંક સાબિત
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૬૫
www.jainelibrary.org