________________
ભય એ બે ભય થી માનવજાત પરેશાન છે. ઈશ્વરનો ભય રાખવાનું કશું જ કારણ નથી. કારણ કે ન તો આપણને ઈશ્વરે બનાવ્યા છે, ન તો ઈશ્વરની આપણા ઉપર કોઈ જાતની સત્તા છે, આ જગતનું સર્જન ઈશ્વરે નથી કર્યું. વળી એ કહે છે કે આપણું પરિચિત જગત એ જ કઈં એકમાત્ર જગત નથી. બ્રહ્માંડમાં એવા અસંખ્ય જગત છે કે, જેમની પોતપોતાની પૃથ્વી, મહાસાગરો, પશુપક્ષીઓ અને મનુષ્યજાતિ સુદ્ધાં છે.'
મૃત્યુ એ આપણા અસ્તિત્વનો આખરી અંજામ છે. શરીરના અંત સાથે જ આત્માનો અંત આવી જાય છે. આત્માનું સ્વરૂપ એક પ્રવાહી શકિત જેવું છે. જે શરીરમાં વ્યાપ્ત હોય છે અને શરીરનો નાશ થતાં જ આ શક્તિ અવકાશમાં અણુ-પરમાણુઓ રૂપે વિખેરાઈ જાય છે.
અમર આત્મા, પરલોક, પુનર્જન્મ વગેરે ધારણાઓનો ઈન્કાર કરવા છતાં ખાવું, પીવું, મોજમજા કરવી એનો તો વાસ્તવમાં એપિક્યુરસે માત્ર વિરોધ જ નહિં, ખંડન પણ કર્યું. વળી આશ્ચર્યજનક રીતે એણે કામવાસનાનો વિરોધ અને બ્રહ્મચર્યનો આગ્રહ રાખ્યો છે. આહાર-વિહારમાં અત્યંત સાદાઈ હોવી જોઈએ, જેથી શરીર સ્વસ્થ રહે. કામભોગના પરિણામે પણ શરીર અનેક દુ:ખ અને ઉપાધિઓનું કારણ બને છે.
આમાં કોઈ ઉચ્ચ આધ્યાત્મિક આદર્શ નથી, પરંતુ દુ:ખથી દૂર રહેવાના પ્રયત્નો જ છે. - ઈશ્વરનો ઈન્કાર કરનાર એપિક્યુરસ-દેવતાઓનો ઈન્કાર નથી કરતો. એના મતે આ દેવતાઓનું બંધારણ મનુષ્યના બંધારણ કરતાં પણ સૂક્ષ્મ અણુ-પરમાણુથી બંધાયેલ છે. એપિક્યુરસ કહે છે કે સુખી થવા માટેનો એકમાત્ર માર્ગ બીજાઓને પોતાના સુખમાં સહભાગી બનાવવાનો છે. વિવેકપૂર્વક ન્યાયસંયત અને ઉદારતાપૂર્ણ જીવન વિના પ્રસન્નતાથી જીવી શકાય જ નહિ. એટલા માટે જ એપિક્યુરસ અહિંસાનો પણ પુરસ્કર્તા બને છે. કોઈને પણ હાનિ ન પહોંચાડો, જીવો અને જીવવા દો' એ સૂત્ર પણ આપે છે. ઘણી બાબતોમાં જૈન સૂત્રો સાથે એની વિચારણા સુસંગત છે. તત્કાલીન સમયરંગ અનુસાર આવું ચિંતન હિંમતભર્યું લખી શકાય. સુખવાદીને “એપિક્યુરીઅન' કહેવાય છે, તે યોગ્ય નથી. માર્કસ ઓરેલિયસ : (ઈ. સ. ૧૨૧-૧૮૦) - એથેન્સ તત્ત્વચિંતનનું કેન્દ્ર બની ચૂક્યું હતું. સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલની ફિલસૂફીનો તત્કાલીન તત્વચિંતન પર ભારે પ્રભાવ હતો. એપિક્યુરસના વિચારોની પણ પ્રબળ અસર હતી. ત્યારે એક વિરક્તવાદી જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org