________________
યાત્રા કરી પાંખ પ્રગટે તેની પ્રતીક્ષા કરી પછી ઉડીએ. ઈશવર ઘણા સંકેત આપે છે. નામ સાથેનો યોગ અનુભવવાની વાત છે. દરિયાસાહેબ કહે છે :
જો સત શબ્દ બિયારે કોઈ, અભય લોક સિધારે સોઈ કહન સુનન કિમ કરિ બનિ આવે, સતનામ નિજ પરચૈ પાવે. કવિ સૂરદાસે એ જ તંતુમાં એ જ પંછીની વાત કરી :
જા દિન મન પંછી ઊડી જે હો, તા દિન તેરે તનતરુવર છે,
સભી પાત જરી જે હો. પછી એટલે આત્મા. આ આત્મા ઉડીને કયાં જવાનો છે, કોને ખબર છે? આપણે કયાંથી આવ્યા, કયાં જવાના એ પ્રશ્ન કદી બુલંદ થયો છે ખરો? શંકરે આ જ પ્રશ્ન પૂછયો છે. તો આ જ પ્રશ્ન કરે છે.
આધ્યાત્મિકતા એ “સ્વ” ની ઓળખ, 'સ્વ' ની પ્રાપ્તિ અને “સ્વ” માં સ્થિરતા કરવાની સાધના છે. પોતાના મૂળ સુધી પહોંચવાની પ્રક્રિયા છે. “હું કોણ છું? હું કયાથી આવ્યો? હું મરીને કયાં જવાનો ?' વગેરે પ્રશ્નો અધ્યાત્મ ક્ષેત્રના પાયાના પ્રશ્નો છે. મનુષ્ય પ્રાણી જ આવા પ્રશ્નો ઉઠાવી શકે છે, અને “સ્વ” પ્રત્યે સભાન બની શકે છે. વસ્તુત: માનવી આ મૂળભૂત પ્રશ્નનો સાચો ઉત્તર મેળવવા ઝંખે જ છે. વિજ્ઞાનીનો પ્રયાસ પણ એ દિશાનો છે; સાધક, ઋષિ, મુનિનો પુરુષાર્થ પણ એ માટેનો જ છે. સોક્રેટિસે પણ એ જ પ્રશ્ન ઉઠાવી ત્રણ શબ્દોમાં ઉત્તર આપતાં કહ્યું "Man, know Thyself તારી જાતને ઓળખ. કવિ, ચિંતક અને ફિલસૂફનો પ્રાણપ્રશ્ન એ જ છે. . આથી જ જૈન આગમ સૂત્રોના પ્રથમ પુસ્તક “આચારાંગ” ની શરૂઆત જ આ મુદ્દાથી થાય છે. જન્મ, જન્મના હેતુ. જગત અને જગતના સંચાલક નિયમો, મુકિત અને મુકિતના ઉપાય - એનું સાંગોપાંગ સંકલન આ સૂત્રમાં • ખુદ ભગવાન મહાવીર દ્વારા થયું છે. , આચારાંગમાં ભગવાન મહાવીરે પ્રથમ સૂત્રમાં પ્રશ્ન મૂક્યો છે :
આ જગતમાં કેટલાક એવા જીવાત્માઓ પણ હોય છે કે જેઓ - જેમને હું પૂર્વ દિશાથી, દક્ષિણ દિશાથી, પશ્ચિમ દિશાથી, ઉત્તર દિશાથી, ઊંચી દિશાથી, નીચી દિશાથી કે બીજી વિદિશાઓ (ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય) થી અનુદિશાઓમાંથી ક્યાંથી આવ્યો છું એનું ભાન હોતું નથી'
ચાર દિશાઓ, ચાર વિદિશાઓ અને આઠ અંતરાલ વિભાગો મળી, સોળ અનુદિશાઓ, તથા ઊંચી, નીચી મળી કુલ અઢાર દિશાઓ કહેવાય છે.
આ સૂત્રમાં સૌથી પ્રથમ વિચાર શ્રેણીનું દર્શન આપ્યું છે. વિચારની ભૂમિકા જમ પુનર્જન્મ
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org