________________
આચારાંગસૂત્રમાં પણ ભગવાન મહાવીરે આત્મજ્ઞાન થવાનાં કારણોમાં જાતિ સ્મરણ જ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે.
તીર્થંકરોના સમયમાં, ચોથા આરામાં અનેક લોકોને જાતિસ્મરણ જ્ઞાન થયાનાં ઉલ્લેખો મળે છે. વર્તમાન સમયમાં એ જ્ઞાન થવાનો સંભવ ઘટતો ગયો છે. કાળના પ્રભાવને કારણે જીવોની તે માટેની યોગ્યતા ઘટતી ગઈ છે. એટલે આવી ઘટના વિરલ બનતી હોવાને કારણે એની વાત સાંભળતાં અનેક લોકાને કૌતુક થાય એ સ્વાભાવિક છે.
જૈન માન્યતા પ્રમાણે જાતિ સ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનનો જ પ્રકાર છે. ઈન્દ્રિયાતીત કે અતીન્દ્રિય ચમત્કાર નથી. એ કોઈ દેવદેવીઓએ કરેલો ચમત્કાર પણ નથી. ભગવાનનો સાક્ષાત્કાર નથી. એટલે જૈન ધર્મમાં એ જ્ઞાનનું જેમ એક અપેક્ષાએ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે, તેમ અન્ય અપેક્ષાએ એનું બહુ મૂલ્ય આંકવામાં નથી આવતું. એ જ્ઞાન જવલ્લેજ કોઈકને થાય છે, માટે લોકોને તે ચમત્કારરૂપ ભાસે છે.
જેને જાતિ સ્મરણ જ્ઞાન થાય, તે વ્યક્તિ અચાનક અસંબદ્ધ બોલતી હોય તેવું લોકોને લાગે છે. એમાં જો કોઈ સાબિતી મળે, કંઈ અણસાર મળે, તો તે વાત ફેલાય છે. લોકોને જિજ્ઞાસા થાય છે. પરંતુ લોકો તેવી વ્યક્તિને પ્રશ્નો પૂછીપૂછીને એના ચિત્તને થકવી નાખે છે. પરિણામે એના જ્ઞાનની વૃદ્ધિ થતી નથી. એથી કેટલીક વાર જ્ઞાન વહેલું ચાલ્યું જાય છે. જો આવી વ્યક્તિ આ જ્ઞાનનો બાહ્ય ઉપયોગ, પ્રદર્શન ન કરતાં એકાંતમાં રહીને આત્માર્થે જ ઉપયોગ કરે, તો વૃદ્ધિ સાથે પોતાના પૂર્વભવોનુ વધુને વધુ દર્શન થતું જાય છે. જ્ઞાન વધતું જાય છે અને જીવ ઉત્તરોત્તર વધુ નિર્મળ બને છે. અને તે જ્ઞાન આત્મસ્વરૂપનું ભાન કરાવનાર અને અધ્યાત્મ સાધનામાં ઉપકારક નીવડે છે. એટલે જ પોતાને થયેલા જાતિસ્મરણ જ્ઞાનની ઘટનાની જાહેરાત આત્માર્થીઓ માટે ઉપયોગી મનાતી નથી.
જાતિ સ્મરણ જ્ઞાન એ અવધિજ્ઞાનનો પ્રકાર નથી. અવધિજ્ઞાન જાતિ સ્મરણ કરતાં ચડિયાતું છે. જેને જાતિસ્મરણ જ્ઞાન થયું હોય, તે દૂરના કોઈ સ્થળ કે ઘટના કે વ્યક્તિઓ વિષે બોલવા લાગે છે. એમાં વર્તમાનની તત્ક્ષણ બનતી જતી ઘટનાઓની વાત હોતી નથી. પરંતુ પૂર્વે બની ગયેલી ઘટનાઓનું સ્મરણ હોય છે. અને તે પણ નિશ્ચિત સ્થળ અને સમય પૂરતું મર્યાદિત હોય છે. વળી જેને જાતિસ્મરણ જ્ઞાન થાય, તેને પૂર્વભવ કે પૂર્વભવોનું જ સ્મરણ થાય છે. પરંતુ તેને ભાવિ વિશે કશું જ્ઞાન હોતું નથી. અવધિજ્ઞાનમાં તો ભૂત, વર્તમાન અને ભાવિ એ ત્રણે કાળનું પોતપોતાની સ્થળ અને કાળની સીમા અનુસાર જ્ઞાન થાય છે. જાતિસ્મરણ જ્ઞાન એ અવધિજ્ઞાનનો પ્રકાર નથી એ સ્પષ્ટ સમજી લેવું જરૂરી છે. અવધિજ્ઞાનમાં વ્યક્તિ પોતે ઉપયોગ મૂકે, ત્યારે તેને તે જ્ઞાન
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org