________________
સમયમાં વર્ષો જૂનો પરિચય હોય. તેમ ગાઢ મૈત્રી બંધાઈ જાય છે. જાણે અનેક ભવથી તે વ્યકિત આપણી સાથે જ ચાલતી આવી છે! * કોઈ વાર્તાનો ગ્રંથ કે નવલકથા કે આધ્યાત્મિક શાસ્ત્ર કે અન્ય કોઈ પુસ્તક વાંચતા હોઈએ, ત્યારે તેમાંની કોઈ વાત અથવા તેવો પ્રસંગ જાણે પોતે ક્યારેક . અનુભવ્યો હોય તેવી સ્પષ્ટ છાપ અંદરથી ઉપસી આવે, તો સમજવું કે તે જાતિસ્મૃતિ જ્ઞાનનો કોઈ પ્રકાર છે. તે સ્થિરતા થોડી ક્ષણ માટે હોય છે અને તેટલા અતિ અલ્પ કાળમાં પૂર્વાનુભવની સ્મૃતિ સન્મુખ થાય છે.
જાતિસ્મરણ જ્ઞાન મહદ્ અંશે જીવની નિર્દોષ અને નિર્મળ અવસ્થામાં પ્રગટ થાય છે. આવી સ્થિતિ બાલ્ય કાળમાં વિશેષ હોય છે. મોટી ઉંમરમાં પણ થઈ શકે. આ જ્ઞાન ક્યારેક આભાસ કે ઝલકના રૂપમાં પણ થાય. આવા જ્ઞાનની જાહેરાત, પ્રદર્શન કે આડંબર થાય, તો તે અલ્પજીવી નીવડે છે. અને અધ્યાત્મિક રીતે નુકસાનકારક પણ બની શકે છે. જો આ જ્ઞાન થયા પછી ચિંતન-મનન અને એકાગ્રતા કેળવવામાં આવે, તો તેમાં વધારો પણ થાય છે.
જીવન અને મરણ-એ બે એવી મોટી ઘટનાઓ છે કે જેને કારણે જીવનો દેહાધ્યાસ ઘણો વધી જાય છે. જેમ દેહાધ્યાસ વધુ તેમ જ્ઞાનનો ઉઘાડ ઓછો. કોઈ કોઈ જીવોને દેહાધ્યાસ ઓછો હોય છે. અંત સમયે પણ દેહની કે અન્ય અભીપ્સાઓ ઓછી હોય છે. તેવા જીવોના જ્ઞાનનાં સંસ્કાર કેટલેક અંશે સચવાઈ રહે છે. ઘણીવાર અમુક ઘટનાઓ કે સંબંધોના અતિ તીવ્ર સંસ્કાર પડેલા હોય છે. આવા જીવોને જાતિસ્મરણ થવાની શક્યતા વધારે હોય છે. સામાન્ય રીતે નવો જન્મ થતાં મગજની પાટી કોરી થઈ જાય છે. જેથી સ્મરણ થતું નથી.
અંત સમયે દેહાધ્યાસ બહુ ઓછો હોય, અન્ય સાંસારિક વાસનાઓ કે આસક્તિ નિર્મૂળ થઈ ગઈ હોય, આત્મામાં લીન પણ વિશેષ હોય, તેવા નિર્મળ જીવોને જન્મ જન્માંતરના જ્ઞાનાવરણીય કર્મના તેવા પ્રકારના ક્ષયોપશમને લીધે જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પરંતુ આવી વ્યક્તિઓ હજારો કે લાખોમાં એક હોય.
જાતિસ્મરણ જ્ઞાન થવા માટે સમય કે વ્યક્તિની બાબતમાં કોઈ નિશ્ચિત નિયમો હોતાં નથી. જે નિયમ છે, તે જ્ઞાનાવરણીય કર્મના અને સાથે સાથે દર્શનાવરણીય તથા મોહનીય કર્મના ક્ષયોપશમનો જ છે.
- આચાર્ય હરિભદ્રસૂરિ ‘યોગબિન્દુ' માં કહે છે : બ્રહ્મચર્ય વડે, ત૫ વડે, સત્યવેદના અધ્યયન વડે, વિધામંત્રવિશેષથી, સત્યતીર્થના સેવનથી, પૂજ્ય માતા પિતા વગેરે ઊંચા સ્થાને રહેલાંની સેવાભક્તિ કરવાથી, ગ્લાને વૃદ્ધોને ઔષધિ વગેરે આપવાથી, દેવગુરુધર્મની શુદ્ધિ કરવાથી (ધર્મસ્થાનકોના ઉદ્ધાર કરવાથી). ભવ્યાત્માઓને જાતિસ્મરણ - એટલે કે પૂર્વભવનું જ્ઞાન થાય છે. જમ પુનર્જન્મ
પ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org